________________
‘૩૪૬
કેરીને ઘાસમાં રાખવાથી તે જલ્દીપકે છે, તેરીતે પ્રયત્ન કરવામાં આવે તો કર્મને પણ ઉદય માટે નિયત થયેલા સમય પહેલા ઉદયમાં લાવી શકાય છે.સામાન્ય નિયમ એવો છે કે જે પ્રકૃતિને ઉદય ચાલતો હોય તે પ્રકૃતિની ઉદીરણા થઈ શકે.
ઉદયમાં આવેલું કર્મ પૂર્ણ કાળે ઉદયમાં આવ્યું છે કે, ઉદીરણા થઈને ઉદયમાં આવ્યું છે. તે તો જ્ઞાનીઓ જ જાણી શકે. પરંતુ કર્મ ઉદીરણા થઈને ઉદયમાં આવ્યું હોય તો સમ્યગદષ્ટિ આત્મા ભવિતવ્યતાને પાડ માને. એ તે એમ જ સમજે કે દેવું ગમે તે સ્થિતિમાં ભરપાઈ કરવું પડશે. તે સારી હાલતમાં ભરપાઈ કરી દેવું ખોટું ? હાલ વીતરાગ દેવ મળ્યા છે. નિગ્રંથ ગુરૂ મળ્યા છે. અને સર્વજ્ઞ પ્રણીત ધર્મ મલ્ય છે. આવા વખતે કર્મને ભેળવીને પરિણામ નહિટકાવીએ તો જયારે શ્રી જિનેશ્વર દેવના ધર્મનું શ્રવણ વગેરે નહિ હોય, ત્યારે પરિણામ શી રીતે ટકાવી શું? અનુક્રમે ઉદયમાં આવેલાં કર્મો તો ચારે ગતિના છે ભેગવે છે. પણ મનુષ્યભવ મલ્ય. ધર્મ પામ્યા. ધર્મનું આચરણ કરવાની શક્તિમાં આવ્યા. ત્યારે જે કર્મો ઉદયમાં ન આવ્યા હોય. તેમને ઉદયમાં લાવીને તોડી નાંખવાનો પ્રયાસ કરવામાં આવે તો જ મળેલા મનુષ્યભવની સાર્થકતા કહેવાય. મહાપુરૂ કર્મનીઉદીરણા કરીને તેને ભેળવી લે છે. અને મોક્ષ માર્ગ નિષ્ક ટક બનાવે છે.
આઠમું ઉપશમના કરણ–વેગ અને અધ્યવસાયના બળને લીધે કર્મો શાંત પડયા રહે. જેમાં ઉદય ઉદીરણા વિગેરે