________________
૨૫
સમ્યકત્વ પામે. તેથી વધુ સ્થિતિ તેડે ત્યારે દેશવિરતિ પણું પામે. અને તેથી વધુ સ્થિતિ છે. ત્યારે સર્વ વિરતિપણું પામે. આ રીતે આત્માના ગુણો પ્રગટ કરવા માટે કર્મની સ્થિતિ તેડી નાંખવી પડે છે. કર્મની રિથતિ તૂટવા છતાં કર્મના પ્રદેશનો સમૂહ તે એમને એમ જ રહે છે, પરંતુ તે દીર્ધકાળને બદલે ટુંકા કાળમાં ભગવાઈ જાય છે.
૧૭મું ઉદિરણાં કરણ–કર્મના ઉદયને માટે જે કાળ નિયત થયેલ હોય તે પહેલાં જે કર્મ ઉદયમાં આવે તે તેને કર્મની ઉદીરણા થઈ કહેવાય.
ઉદય એટલે સ્વભાવિક રીતે વખત આવી પહોંચતા કર્મ પિતાનું ફળ બતાવે, અને ઉદીરણા એટલેવખત આવી પહોંચ્યા પહેલાં કર્મોઉદયમાં આવે પિતાનું ફળ બતાવવા તયાર થાય. ઉદયમાં અને ઉદિરણામાં આ તફાવત છે.
આ ક્ષણે તમે હાસ્ય ઉત્પાદક કર્મને બધું. અને તે એવી રીતે બાંધ્યું છે કે જેથી એક મહિના પછી તમારે હસવું પડશે. એક મહિને બરાબર પુર થતાં જ હસવું આવવાનું જ તે કર્મ ઉદયમાં આવ્યું કહેવાય. પરંતુ જે તે હસવું મહિનો પુરા થયા પહેલાં આવી જાય તે કર્મની ઉદીરણા થઈ ગણાય.
અહીં પ્રશ્ન થશે કે કર્મ વહેલું ઉદયમાં શી રીતે આવે ? તેને ઉત્તર એ છે કે ફળે અમુક દિવસે પાક્વાના હોય છે. પણ પ્રયત્ન કરવામાં આવે તો એ વહેલા પણ પક્વી શકાય છે.