________________
ન હોય તેનું નામ ઉપશમના કારણે. ઉપશમના કરણને લીધે કર્મો ઉપશાંત રહે.
અંગારા જલી રહ્યા છે. તેના ઉપર રાખ નાખી દઈએ. તે તે ઠંડા પડી જાય છે. તેના જેવી આ સ્થિતિ છે. આ હાલતમાં કર્મની ઉદ્દવર્તના અપવર્તન તેમજ કર્મનું સંક્રમણ થઈ શકે છે. કર્મો ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થઈ ચૂક્યા હોય તેને કરણ ન લાગે. બીજા બધાને લાગે. જેમ એક યંત્રના બધા ભાગો. સાથે કામ કરે છે. તેમ બધા કરણ સાથે કામ કરે છે. ટૂંકમાં. આઠે કરણની વિગત આ રીતે છે.
આત્મા સમયે સમયે કર્મ ગ્રહણ કરે છે. એટલે બંધન કરણ ચાલુ જ હોય છે. તે વખતે ઢીલા કર્મો મજબૂત બનતા હોય છે. મજબૂત વધારે મજબૂત બનતા હોય છે. એટલે નિધત્ત. કરણ અને નિકાચના કરણ પણ ચાલુ જ છે.
આજ વખતે કેટલાક કર્મોની સ્થિતિ અને રસમાં વધારે ઘટાડો પણ થતો હોય છે. એટલે ઉદ્દવર્તન અને અપવર્તના કરણ પણ ચાલુ હોય છે. તેજ વખતે કર્મની સજાતીય પ્રકૃતિઓ. પલટાતી હોય છે. એટલે સંક્રમણ કરણ પણ પોતાનું કામ કરતું હોય છે. એ વખતે કર્મને ઉદય કે ઉદીરણ ચાલુ હોય. છે, અને કેટલાક કર્મો શાંત થતા હોય છે. એટલે ઉદીરણા કરણ અને ઉપશમના કરણ પણ કાર્યશીલ હોય છે.
જયાંસુધી આભાવીતરાગ ન બને ત્યાં સુધી તેમાં શુભાશુભ.