________________
L૩૩
શાતામાં ફેરવાઈ જાય છે. એના જેવું જ સંક્રમણ કહેવાય. દ્રવ્યક્ષેત્રકાળ. ભાવ અને ભવનું નિમિત્ત પામીને સુખ દુઃખમાં પલટ થાય છે. આ તે એક દાખલા પુરતી જ વાત છે. બાકી અધ્યવસાયના જોરે સજાતિય પ્રકૃતિમાં સંક્રમણ થાય.
સંક્રમણ કરણમાં અમુક અપવાદ પણ છે. આયુકમની ચારે ઉત્તર પ્રકૃતિ સજાતીય છે. છતાં પરસ્પર સંક્રમણ ન થાય તેમ મિથ્યાત્વ મોહનીય અને ચારિત્ર મેહનું પણ સંક્રમણ ન થાય.કેઈ માણસે નિર્દય પરિણામથી બીજાને ખૂબદુઃખ આયાથી અશાતા વેદનીય કર્મ બાંધેલું હોય અને પાછળથી એને પશ્ચાતાપ થાય અને પરિણામની ધારા પલટાઈ જાય તે અશાતાનું સંક્રમણ શાતામાં થઈ શકે છે.
બંધ થયા પછી કોઈ એવી જાતના અધ્યવસાય સ્થાનક અને વેગનું બલ લાગે. તેથી એકભાગના પ્રદેશો બીજા ભાગમાં ભળી જાય, અને પ્રકૃતિ, સ્થિતિ, રસ વિગેરે પણ બીજાભાગના જ ગણાય. જેમકે હસવું લાવનાર કર્મનો ભાગ તે આનંદ (ર. તિ) આપનાર કર્મના ભાગ સાથે મળી જાય, ત્યાર પછી તેનું નામ હસવું લાવનાર કર્મ ન કહેવાય. હસવું લાવનાર કર્મને ભાગ મટી જ ગયે. તે આનંદ આપનાર સાથે મળી જવાથી તે અને તેમાં તે વખતે ન ઉમેરે પામેલા બીજા કર્મ એ બંનેનું આનંદ આપનાર કર્મ કહેવાય. અને તેનું ફળ પણ ભવિષ્યમાં આનંદ જ હૈય, પણ હસવું ન આવે. આવી રીતે