________________
૩૪ર
હવે ચોથા સંક્રમણ કરણનું વિવેચન લખાય છે.
મહાનુભા! બંધન કરણ નિધત્તકરણ અને નિકાચના કરણના વિવેચન પછી ચોથું સંક્રમણ કરણ વિચારીએ જેના વડે કર્મની પ્રકૃતિમાં પરિવર્તન થઈ જાય તેને સંક્રમણ કરણ કહેવાય. સંક્રમણ સજાતીય પ્રકૃતિમાં થાય છે પણ વિજાતીય પ્રકૃત્તિઓમાં થતું નથી. સજાતીય પ્રકૃતિ એટલે કર્મની મૂળ આઠ પ્રકૃતિઓ છે. અને ઉત્તર પ્રવૃતિઓ ૧૫૮ છે. તેમાં એકજ કર્મની ઉત્તર પ્રવૃતિઓ સજાતીય પ્રકૃત્તિ કહેવાય.બીજા કર્મની પ્રકૃતિએ તે વિજાતીય કહેવાય છે. એટલે કે અશાતા વેદનીય કર્મ શાતા વેદનીયમાં ભળી જાય પણ મોહનીય કે અંતરાય વગેરે ન બને.
એક ભાઈ શાતાદનીય કર્મ ભોગવી રહ્યો હોય ત્યારે અયાનક કોઈ નુકશાનીના ખબર સાંભળે અથવા કોઈ અંગત નેહી સ્વજનનું મરણ સાંભળે તે વખતે એકદમ બેચેની બની જાય. દુઃખમાં ડુબી જાય ત્યારે શાતા વેદનીય કર્મ પણ અશાતાવેદનીય બની જાય. તેમ જ એક ભાઈ બહુ દુઃખીયો હોય રોગથી પીડાતો હોય દરદ સહન ન થતું હોય તેવા વખતે અચાનક બે પાંચ લાખ રૂપિયાની લેટરી લાગ્યાના સમાચાર સાંભળતા જ બધુ દુઃખ ભૂલી જાય. આનંદમાં આવી જાય. દુઃખતે થતું જ હોય છતાં હૃદયમાં આનંદ હેવાથી તે દુઃખને ભણે નહિ દુઃખ જણાય નહિ, તે વખતે અશાતાદનીય કર્મો