________________
૩૪૧
એતો એજ લાગને છે! એમને માર્યોજ છૂટકે! વગેરે વચમાં પાપની પ્રશંસા અને પિતાની બડાઈ છે. માટે એવા વચને ક્રી ઉચ્ચારવા નહિ.જે પાપ થઈ ગયું તો તેને માટે પશ્ચાતાપ કર. દિલગીર થવું પણ તેની પુષ્ટિ તો ન જ કરવી.
એક કર્મ બાંધ્યા પછી અત્યંત ઉલ્લાસ આવે. રાજીરાજી થાય.તેની વારંવાર પુષ્ટિ કરે તો એ કર્મ નિકાચિત બની જાય.
નિધત્તબંધ કરતાં પણ વધારે દૃઢતાથી કર્મબંધ થાય.જેમાં ભવિષ્યમાં કશો ફેરફારજ ન થાય. જેનું જેવું ને તેવું ફળ ભેગવવું જ પડે તેનું નામ નિકાચિત્ત બંધ. જે વેગ અને અધ્યવસાયના બલથી નિકાચિત કર્મ બંધાય તે વેગ અને અધ્યવસાયને નિકાચના કરણ કહેવાય છે. નિકાચિત બંધાયેલા કર્મોના બંધપર ભવિષ્યમાં કોઈપણ કારણની અસર થતી નથી.
બંધ સમયે રસબંધ વિગેરેના જે નિયમો નક્કી થયા હોય તેજ નિયમ પ્રમાણે બરાબર અવશ્ય ફળ ભેગવવું જ પડે છે. એ રીતે બદ્ધ રપૃષ્ટ કે નિધત્ત કર્મને નિકાચિત કરનારૂં જે કરણ તે નિકાચના કરણ કહેવાય.
બંધન કરણ, નિધત્ત કરણ અને નિકાચના કરણ એ ત્રણે કરણે કર્મબંધ થતી વખતે જ હોય છે.
આત્મા પુરૂષાર્થ કરે અને શુભ અધ્યવસાયનું બળ વધારે તો પૂર્વબદ્ધ કર્મના કિલ્લામાં મેટા ગાબડા પાડી શકે છે. તેથી મનુષ્યવ્રત, નિયમ, જપ, તપ ધ્યાનના માર્ગે આગળ વધવાનું છે.