________________
૪૦
વાળા કર્મને અંગે સમજવાનુ છે. બદ્ધ અને સ્પષ્ટ બંધવાળા કર્મીમાં અધ્યવસાયના બળથી અવશ્ય ફેરફારો કરી શકાય છે, અને નિધત બંધવાળા ક માં પણ અધ્યવસાયના બળથી સ્થિતિ અને રસની ન્યૂનાધિકતા ઉપજાવી શકાય છે.
જેના વડે કા`ણ વણાનું આત્મ પ્રદેશો સાથે જોડાણ થાય તે બંધન કરણ કહેવાય.
પ્રથમ ગાંઠ ઢીલી બાંધી હેાય પણ પછી તેને ખેંચવામાં આવે તો મજબૂત બને છે.તેજ રીતે પ્રથમ નિરસ ભાવે બાંધતાં કમ ઢીલા બંધાયા હોય પણ પછી તેની પ્રશ ંસા કરવામાં આવે, બડાઈ હાંક્વામાં આવે તો એ કમ મજબૂત થાય અને નિધત્ત અવસ્થાને પામે.
જે
આ રીતે બદ્ધ કેરપૃષ્ટ કને મજબૂત કરનારૂ જે કરણ તે નિધત્ત કરણ કહેવાય છે.
જે કમ નિધત્ત અવસ્થાને પામ્યું, તેની સ્થિતિ અને રસ અધ્યવસાયા દ્વારા ધટાડી શકાય પણ તેની ઉદીરણા કે સ ંક્રમણ થઈ શકે નહી.
આ પરથી સમજવાનું કે કાઈ પણ અશુભ કમ બાંધ્યા પછી તેની પ્રશંસા કરવી નહિ કેતે અંગે કાઈ પ્રકારની બડાશ મારવી નહિ, જોયું મેં પેલાને કેવા આબાદ છેતર્યો. એને મે પુરેપુરા બનાવ્યા છે. એ મને બરાબર યાદ કરશે. આપણી આગળ કાર્યની હેાશીયારી ચાલે નહિ. બધાને ઠીક કરી દઇએ !