________________
૨૩૯
કેટલા સમય પુરતુ, કેવા રસપૂર્વક અને કેટલા દલિક પ્રમાણમાં ઉદયમાં આવશે. જે કર્મ નિકાચિત બંધાયુ હોય તો તેની આ બાબતમાં કંઈપણ પરાવર્તન કે કંઈપણ ફેરફાર થઈ શક્તોનથી. એટલે ઉદયકાલે બરાબર એકરીતે ઉદયમાં આવીને તે પિતાનું ફળ બતાવે છે, પરંતુ જે કર્મો નિકાચિત નથી પણ અનિકાચિત છે તે ઉદયમાં આવે તે પહેલા તેમાં કેટલાક ફેરફારો થાય છે, થઈ શકે છે, અને તે બાબત સમજવામાં બરોબર આવે તે માટે જ કરણનો વિષય જાણે જોઈએ કરણે આઠ છે. નામ પ્રમાણે તેના કામ છે, આખો કર્મને પ્રપંચ એ આઠ કરણ ઉપર જ ટક્યો છે, કર્મ ઉદય પહેલાં તેમાં આઠ કરણથી ફેરફારી થાય છે. તે કરણના નામ અને તેના કામ નીચે મુજબ છે.
૧ બંધનકરણ. તેનાથી કર્મને બંધથાય. રનિધાકરણ, તેનાથી નિધત્ત કર્મ બંધાય. 3 નિકાચના કરણ,તેનાથી નિકાચિત્ત કર્મ બંધાય. એ ત્રણે કરણે કર્મબંધ થતી વખતે જ હોય છે, ૪ સંક્રમણ કરણ, તેનાથી કર્મને સંક્રમણ થાય છે. ૫ ઉદ્વર્તન કરણ, તેનાથી કર્મોની સ્થિતિ અને રસ વધે છે. ૬ અપવર્તનો કરણ, તેનાથી કર્મોની સ્થિતિ અને રસ ધટે છે. ૭ ઉદરણા કરણ, તેનાથી કર્મની ઉદિરણું થાય છે. ૮ ઉપશમના કરણથી કર્મો ઉપશાંત રહે છે. આ આઠકરણો ઉપર જ કર્મને પ્રપંચ ટકી રહ્યો છે.
કર્યા કર્મ ભોગવવા વિના છૂટકે નથી, તે નિકાચિત બંધ