________________
૩૩
ક્ષાંતિથી સમજે સદા, વધે બુદ્ધિ ભંડાર લલિત અભ્યાસે કરી, પમાય ભવને પાર. ૨૬
૧૩ મી ઢાળનું વિવેચન મહાનુભાવે? રતનપોળ ગોલવાડમાં શ્રીમુનિસુવ્રત સ્વામીના તથા સેદાગરની પિળમાં શ્રી શાંતિનાથ પ્રભુને તથા લાલ લેપવાળા સુખડના પ્રતિમાજી શ્રી વાસુપૂજ્ય સ્વામીના અને શ્રી ચંદ્રપ્રભુજીના દર્શન કરી હું ન્યાલ . ઝવેરીપળમાં શ્રી મહાવીર પ્રભુજી તથા લહેરીયા પિળમાં મનહર શ્રી મહાવીર પ્રભુજીના દર્શન કરી દેશીવાડાની ગોસાંઈજીની પળમાં શ્રી ભાભા પાર્શ્વનાથજી તથા શ્રી મુનિસુવ્રત સ્વામીને બે હાથ જોડી નમસ્કાર કરી. શ્રી સીમંધર સ્વામી જેઓ હાલ શ્રી મહાવિદેહ ક્ષેત્રમાં વિચરી રહ્યા છે. તેઓને તથા કાઉસગ ધ્યાનમાં ઉભેલા પ્રભુજીને તથા શ્રી સુખ સાગર પાર્શ્વનાથ પ્રભુજીને ભાવથી નમન કરી રીલીફ રેડના શ્રી શાંતિનાથ પ્રભુજી તથા નીશાપિળમાં પણ શ્રી શાંતિનાથ પ્રભુને તથા શ્રી વાસુપૂજ્ય સ્વામીને નમન કરતા મનડુ હરખાયું, શ્રી જગવલ્લભ પાર્શ્વનાથજી જેઓની બેઠી પ્રતિમા આશરે સાત ફૂટની ભેંયરામાં ભવ્ય મુખારવિંદ વાળી છે તેમજ જેડેના બીજા ગભારામાં સાડા છ ફુટની ભવ્ય પ્રતિમા શ્રી આદિનાથ પ્રભુજીની છે. તેઓના તેમજ ઉપર શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથજી વિગેરેના દર્શન કરતા એકાંતસુખ મેળવ્યું.