________________
૩૩પ.
કર્મ ઉદયનો કાળ તે, નક્કી થયેલ હોય તે પહેલા કર્મોદય. થાય ઉદીરણું સોય ૧૬ કાચી કેરી ઘાસમાં, મૂકયે પાકી જાય. એવી જ રીતે કર્મની, ઉદીરણ પણ થાય. ૧૭ ઉદય અને ઉદીરણ, બંને છે જુદા જ સ્વાભાવીક વખત થતાં ફળ ઉદયે મળતાજ. ૧૮ વખત થયા પહેલાં જ જે, કર્મો ઉદયે આવે તે ઉદીરણ જાણવી, ફરક સમજાયે. ૧૯ ઉપશમન કરણ સમજીએ,રહે કર્મો ઉપશાંત અંગારા પર રાખથી, ઠંડા પડે એજ વાત. ૨૦ ઉદય ઉદીરણાથાય નહિ,ઉદવર્તન તે થાય અપવર્તન થઈ શકે, સંક્રમણ પણ થાય. ૨૧ કર્મોદય પહેલા જ તે, કરણ કરે છે કામ પણ કર્મોદય પ્રગટતાં, લાગે ન કરણ જાણ. ૨૨ જે જે કર્મો ઉદયમાં, આવ્યા હોય પ્રમાણુ કરણ લાગે નહી તેહને, લાગે બીજાને જાણ. ૨૩ અધ્યવસાયને રોગનું, બલ તે કરણ કહેવાય વિચિત્ર શક્તિ તેહમાં વિવેચનથી સમજાય. ૨૪ સુજ્ઞ કરણે આઠનું, સ્વરૂપ ઝીણું છે જ કઠણ છતા બુદ્ધિ બળે, સમજાયે તે હેજ ૨૫,