________________
816
ગુરૂજી બેલ્યા કે હે રાજા ? તે બંનેનું પ્રાધાન્ય છે, કેમકે આ જગતમાં કઈ ઠેકાણે જીવ બલવાન થાય છે, અને કોઈ ઠેકાણે કર્મ પણ બલવાન થાય છે. કહ્યું છે કે જીવને તથા કર્મને અનાદિ કાળથી વૈર બંધાયેલું છે. તેમાં જે ખરેખર કર્મને જ વશ છે. પરંતુ કોઈક વખત કર્મો પણ જીવને વશ થાય છે. કેમકે કોઈક ઠેકાણે ધારણ કરનાર (આધાર બલવાન હૈય છે.) અને કઈ ઠેકાણે ધારણ કરવાલાયક (આધેય) વસ્તુ બલવાન હોય છે. જોકે કમ સંસારમાં ભમતા જીવોને અત્યંત દુઃખ આપે છે તો પણ ધર્મને ઉધોગતે સર્વ કર્મને પણ હણી નાંખે છે.
અન્યથા અનંતાનંત ભ વડે સંચય કરેલા અનંતા કર્મોને હણીને અનંતા છો શાશ્વતા મોક્ષને કેમ પામે?કુકર્મને કરનાર “ઢપ્રહારી” અને ચલણી ઉદ્યમથી જ મેક્ષે ગયા છે. તથા ચિલાતીપુત્ર અને રેહણયક વિગેરે પણ ઉદ્યમથી જ સ્વર્ગે ગયા છે. તેથી કરીને ધર્માથી પુરૂષો અનિષ્ટ એવા ઉગ્ર કર્મના ક્ષય માટે નિરંતર ઉધમ ક્યેજ કરે છે.
આ રીતે કોઈ વખત ઉધમ પણ બલવાન થઈ શકે છે. કહ્યું છે કે પ્રાણીઓને સર્વ કાર્યમાં હમેશા ઉદ્યમને જ પરમબંધુ કહે છે. કારણ કે ઉધમ વિના મનુષ્ય મનવાંછિતને મેળવી શકતા નથી. જે કદાચ વિવિધ પ્રકારના ઉદ્યમ કર્યા છતાં પણ કાર્યસિદ્ધ ન થાય. તો ત્યાં અવશ્ય તીવ્ર કર્મજ ભેગવવા લાયક અને સમર્થ છે એમ જાણવું. વણી મહાવીર