________________
સ્વામીને નીચકુળમાં આવવું મલ્લીનાથ સ્વામીનું સ્ત્રીપણે ઉપન્ન થવું. પરીક્ષસરાજાનું મરણ તથા નંદિષણ અને આદ્ર કુમારની ભ્રષ્ટતા એ સર્વ કર્મને વશથી જ થયા છે. કહ્યું છે કે બ્રહ્મદત્તની દષ્ટિને નાશ થયો. ભરતચક્રને પરાજ્ય થયે. શ્રી કૃષ્ણાના સમગ્ર કુટુંબને નાશ થયે. નારદનું પણ નિર્વાણ થયું. અને ચિલાતીપુત્રને પ્રશમના પરિણામ થયા. આ તમામ બાબતમાં કર્મ અને ઉદ્યમ એ બંને સ્પર્ધાએ કરીને તુલ્ય બળવાળા છતાં આ જગતમાં પ્રગટ રીતે જયવંતા વર્તે છે.
આ પ્રમાણે ગુરૂમહારાજના મુખથી કર્મ અને ઉદ્યમની. સમાનતા સાંભળીને ધર્મમાં ઉધમ કરવાની બુદ્ધિ જેને ઉત્પન્ન થઈ છે એ ચંદ્રરાજા દુષ્ટ કર્મોને હણવા માટે તૈયાર થયે. પછી તે રાજાએ વિધિ પૂર્વક પિતાના જમાઈ પૃથ્વીપાલને પિતાનું રાજય સંપીને મોટી પુત્રી તથા બંને રાણીઓ સહિત દીક્ષા ગ્રહણ કરી. અને તેનું આરાધન કરીને પ્રાંતે મેક્ષ ગ.
ત્યાર પછી પૃથ્વી પાલરાજા ચંદ્રરાજાના રાજ્યને સ્વસ્થ કરીને ઇન્દ્રની જેમ મોટી રૂદ્ધિ સહિત પિતાની સ્ત્રી સુવદનાને લઇને પિતાના નગરમાં ગયે. આ પ્રમાણે પેલા લેકના (સર્વત્ર સુખિનાં સુખમ) ચોથો પદની પરીક્ષા કરવાથી પૃથ્વીપાલ રાજા શાસ્ત્રોને વિષે અત્યંત બહુમાનવાળે થયા. અજ્ઞાનને નાશ કરવામાં અગ્નસમાન શાનું આદર સહિત શ્રવણ કરતાં તે રાજાની બુદ્ધિ ધર્મનું આરાધન કરવામાં તત્પર થઈ. કેમકે શાનથી