________________
બાળકનું હૃદય એમ બે હૃદયના કારણે માતાને દેહલા ઉત્પન્ન થાય છે. એ રીતે રાષ્ટ્રને પણ વનકડા કરવી, કૌતુક જોવાના દેહલા ઉત્પન્ન થયા તે રાજાએ સંપૂર્ણ કર્યા. રાણીજી હાલવા ચાલવામાં, બોલવામાં તેમજ ભજનમાં પચ્ચે બરાબર સાચવે છે. એમ કરતાં પ્રસવકાળ નજીક આવે. જેથી શુભ વાર લગ્ન ધડીયામાં પીડારહિત રાણીજીએ તેજરવી પુત્રને જન્મ આપે.
રાજકુંવરને જન્મ થવાથી રાજમહેલમાં આનંદ આનંદ છવાઈ રહ્યો. દાસીએ રાજાજીને પુત્રજન્મની વધામણી આપી. રાજાએ વધામણીમાં દાસીને ધનધાન્ય વસ્ત્રાભૂષણો આપી ન્યાલ કરી દીધી અને દાસીપણામાંથી મુક્ત કરી. રાજમહેલમાં મંગલ વાછ વાગવા લાગ્યાં. રાસભા અવસરે પ્રજાજનો અધિકારીઓ, શેઠ-શાહુકારે, રાજાના અંગત સગાંઓ, નેહીઓ, વિગેરે રાજસભામાં જવા ગ્ય ઉત્તમઉત્તમ કિંમતી વસ્ત્રાભૂષણો પહેરી રાજદરબારમાં જવા લાગ્યા. રાજદરબાર ઠાઠથી ભરાયે વધાઇઓ કરી. રાજગુરુએ બુલંદ અવાજથી પિતે જ કાવ્ય બનાવી આશીર્વાદ આપ્યા અને ભાટ-ચારણ-બારોટ વિગેરેએ બિરૂદાવલી બોલી રાજપુત્રના જન્મની ખુશાલીમાં ભક્તિ દર્શાવી. વાજીના સૂર સાથે ગીત-નૃત્ય કરનારાઓએ રાજાને તેમ જ સભાજનેને ગાનતાનમાં ખુશખુશ બનાવી પિતાની કળા જણાવી ત્યારબાદ રાજાએ પણ પુત્ર જન્મની ખુશાલીમાં રાજદરબારમાં આવેલા સભાસદનું સુંદર સન્માન કર્યું અને યાચકે ને ધન, ધાન્ય વસ્ત્રાદિનું દાન કરવા લાગ્યો. કેદીજનેને મુક્ત કર્યા.