________________
૨૨
ગરીબ, લુલા, પાંગળાં, અંધ એવા જનોને પણ ન્યાલ કર્યા. મુંગા પ્રાણીઓને દાણે, ઘાસચારે છૂટથી નાખે તેમજ મીઠે કંસાર ખવરાવે. વફાદાર પ્રાણીઓને દૂધ પીવરાવ્યું, લાડુ, લાપસી ખવરાવ્યા. પંખીઓને ચણકણ પુષ્કળ નાંખ્યા. જેથી પશુપંખીઓ પણ જાણે રાજપુત્રના જન્મથી જાણે ખુશ થયા હેય તેમ પિતાપિતાની ભાષામાં ઊંચા મેઢા કરીને આશિષ આપતા હોય ને શું ? એમ શહેરનું વાતાવરણ આનંદ મગ્ન બની ગયું. ત્યારબાદ નામકરણ વિધિના દિવસે રાજકુટુંબાદિને જમાડીને રાજપુત્રનું નામ ફેઈના કહેવાથી ઇત્રકુંવર પ્રસિદ્ધ ર્યું. પ્રજાનો પ્રેમ રાજા ઉપર અત્યંત હ. રાજા પણ પ્રજાના સુખમાં પિતે સુખ માનતે હતે. એમ રાજા–પ્રજાના દિવસે પસાર થાય છે. રાજપુત્ર છત્રકુંવર પાંચ ધાવમાતાથી પિલાતે સુદિ ચંદ્રમાની જેમ વધવા સાથે દરેકને હર્ષ ઉપજાવતા હતા. | હે મહાનુભાવ! રાજનગરના વીરના ઉપાશ્રયમાં શ્રી અજીત નાથ પ્રભુજીનું રમણીય દેરાસર છે. તે અજીતનાથ પ્રભુની મહેરથી ગુણીજનના ગુણ ગાતા અને સુખદાયી સંયમ નિશ્રા પૂ. પં. શ્રી હર્ષ મુનિજી મહારાજની ધરતા પૂ. ભક્તિ મુનિજી મહારાજ તપસ્વી તપગચ્છમાં વિખ્યાત પામ્યા. તેઓના શિષ્ય રત્ન તપગચ્છ દીપક પૂ. આ. શ્રી શાંતિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર શિષ્ય પૂ. પં. શ્રી કાંતિ મુનિજી મહારાજના લઘુબંધ લલિતમુનિ મુક્તિના ધ્યેયપૂર્વક છત્ર-ભાણ કંવરના રાસની રચનાનો પ્રયાસ કરે છે.