________________
મસાલાના વેપારી, અનાજના વેપારી પણ અનેક હતા. વળી કુટના વેપારી આંબા, કેળા, દાડમ, મુસંબી, નારંગી, ચીકુ, સફરજદ, ફણસ, પપૈયા, શેલડી, દ્રાક્ષ, રામફળ, સીતાફળ, જામફળ, જાંબુ, બેર, રાયણ, સકરટેટી, તડબૂચ વિગેરે વિગેરે માલ જથ્થાબંધ ઢગલાબંધ બજાર ભરીને માલ વેચી સારે નફે મેળવવાથી નિશ્ચિંત રહેતા હતા. પિતપોતાની નિત્યક્રિયા કરનારા બ્રાહ્મણે વૈ, વણિકે, ક્ષત્રિયે પણ આચાર વિચારમાં શુદ્ધ રહેતા હતા. તે શહેરમાં પ્રાયઃ કરી માળી, તંબોળી, સુતાર, લુહાર-સેની, કડિયા-કુંભાર-દરજી, હજામ, ઘાંચી, મોચી, ધોબી-રંગરેજ-મજૂર વિગેરે કારીગરો સહુ કારીગરો નિજનિજ ધંધાથી સુખી અને સંતોષી જણાતા હતા. સિંહા મોટા ભાગે સુગાળ વર્તતે હતો. તે પણ થોડાક દુઃખીઆઓ પણ હતા. સહુના દિવસો સરખા રહેતા નથી. રાજા પણ રંક બની જાય અને રંક પણ રાજા બની જાય. શેઠ તે નેકર અને નેકર તે શેઠ બની બેસે. એવા પણ દાખલાઓ પાંચ પચીશ કે સે નહીં પણ અનેક બની ગયા છે.
હવે તે છત્રપુર નગરમાં ધર્મીષ્ઠ પ્રજાના હિતને કરનાર, ન્યાય કરવામાં નિપુણ શૂરવીર-દાનવીર એ ફતેસિંહ નામે રાજા રાજય કરતા હતા. તે રાજાને શિયલધારણ કરનારી દેવાંગના સમાન પતિવ્રતા ફુલકુંવરબા નામે રાણી હતી. બંને વૈભવવિલાસના સુખને આનંદ લઈ રહ્યાં છે. એક રાત્રિએ શુભ વનથી સૂચિત રાણીને ગર્ભ રહ્યો. બાદ માતાનું હૃદય અને