________________
૧૯
તપગચ્છ ક્ષાંતિસૂરીશ્વર તેહના,કીર્તિ મુનિ પન્યાસ. શો, તસ લઘુ અધવ મુક્તિ ધ્યેયથી,
લલિત કરે પ્રયાસ. શો. અઢી ૨૭ બીજી ઢાળનું વિવેચન
મહાનુભાવા ! જમૂદ્રીપના દક્ષિણા ભરતમાં મુગટસમાન એવું છત્રપુર નામે નગર. વનખડા, બાગ, બગીચા, કૂવા, વાવડી, કુડા, તળાવા, સરાવરા, રાજમહેલા, દેવમંદિરા, ઉપાશ્રયા, મઠો વિગેરે ધર્મ સ્થાનાથી શાભતુ હતુ. વૈભવશાળી ગૃહસ્થાની મોટી મોટી હવેલી લાઇનબધ ર'ગબેર`ગી પચરંગી ચિત્રામણથી રળિયામણી, સહુ કોઇ જોનારને વિરમય પમાડતી હતી. વળી ઝવેરી બજાર, સોનાચાંદી બજાર, કાપડ બજાર કરીયાણા, લાતી લોઢા, રંગ, કાચ, ફરનીચર, મણીયારી રમકડાં બજાર, ત્રાંબા-પીત્તળની તેમજ મીઠાઈ બજાર વિગેરેની ગેાઠવણી પણ રમણીય લાગે તેવી હતી. વળી નાળિયેર, ખજૂર, ખારેક, ટાપરા, ખાંડ, સાકર; ગોળ, ઘી, તેલ, ચણામમરા, રેવડી વિગેરૈના વેપારીએ સુખેથી ધંધાવ્યાપાર કરતા હતા. કેશર-ચંદન, બરાસ-કસ્તુરી-કપૂર-અત્તર, સુગંધી ધૂપો, અગરબત્તી, કેવડા ગુલાબ આદિના વેપારીએ ભરપૂર હતા. રેશમ, સ્તર, રૂ, મખમલ—જરી-ઊન–કપાસ, એરંડાદિના વેપાર પણ મહેાટા પ્રમાણમાં ચાલતા હતા. વીણા, શરણાઈ, તમલા દેૉક્કડ તંબૂરા વાજા–ઝાંઝ—નગારા–ઢીલરૂબા વિગેરે વાજિંત્રો બનાવનાર કારીગરા પણ સારી સંખ્યામાં રહેતા હતા. તેમજ મેવા, તેજાના,