________________
૩૧૭ દેશનાને અંતે અવસર જોઈને રાજાએ પોતાની બંને કન્યાને - પૂર્વભવ પૂછો.
ત્યારે જ્ઞાની ગુરૂ મહારાજ બેલ્યા કે હે રાજા! તારી આ બે કન્યા પૂર્વે ધન અને ધનક નામના બે શ્રેષિની ધનશ્રી અને ધનપ્રભા નામની રવજનોમાં અત્યંત માનવાલાયક પ્રિયાઓ હતી. તે બંને જૈનધર્મમાં આસક્ત હતી. અને પ્રાયે કરીને પાપના થાનકોથી નિવૃત્તિ પામેલી હતી. તેમજ જ્ઞાનનું આરા. ધનું કરવામાં નિપુણ અને ઉપધાનાદિકનું બહુમાનકરનારી હતી. પરંતુ તેમાં પહેલી જે ધનશ્રી હતી તે કૃપણ હતી. તેથી ધન વિગેરેનો વ્યયકરવામાં તેનું હૃદય દુભાતું હતું. તે એટલી બધી કૃપણ હતી કે મુનિઓને પણ ભાવથી દાન દેતી નહીં.
પરંતુ પોતે કૃપણ હેવાથી પિતાને ઘેર જે કઈ મુનિરાજ આવતા તેમને ઘરના બીજા માણસે બહુ આપી દે છે, માટે હું મારે હાથે જ આપું. એમ વિચારી ઉઠીને ઘણી ભક્તિ તથા આદર દેખાડતી, ઘરમાં સારી વસ્તુ ઘણી છતાં પણ થિડી દેખા ડતી, અને જેમ મુનિઓને જરા પણ, દોષ ન લાગે તેમ થોડું પણ શુદ્ધ એવું સુપાત્રદાન આપવાથી અનંતફળનું કારણ થાય છે. એમ બેલતી છતી પાસેરહેલા બીજા માણસેનેવારીને પિતાના હાથે જ મનના ભાવ વિના મુનિને જેવી તેવી તુછવસ્તુ બહુજ થિડી પહેરાવતી. કેઈ વખતે મુનિ કાંઈ વસ્તુ લેવા આવે તો ઘરમ્રાંતે વસ્તુ હેયાછતાં તે નથી એમ કહેતી. કદાચ તે-વરd,