________________
પામે. કહ્યું છે કે જુદી રીતે કાર્ય કરવા ધાર્યું છે, પણ તેનું પરિણામ તો તેથી જુદુ જ આવે છે. કેમકે કર્મને વશ પડેલા જીને એક ક્ષણમાં જ ઘણા વિઘ્નો આવે છે. આવા સમયમાં આવું અયોગ્ય (અઘટિત) થયા છતાં પણ કેટલાક મનુષ્યને જરા પણ વૈરાગ્ય થતો નથી. તેવા મનુષ્યને ધિક્કાર છે. ત્યાર પછી દિવ્યનાટકના વિનિને સાંભળતા રાજા વિગેરે સર્વ મનુષ્ય અત્યંત શક સમૂહથી મુનિની જેમ મૌન (સ્તંભિત) થઈ ગયા. તથા ચિત્તમાં ચમત્કાર પામીને વિચાર કરવા લાગે કે આ અકસ્માત શું થયું ? સર્વ લેકે ચિત્તમાં શોક સાથે ચમત્કાર પામ્યા. પ્રાત:કાળે રાજાએ પોતાના સેવકોને મેકલીને નાની જે સુવદના કન્યાના સમાચાર મંગાવ્યા તે સેવકએ આવીને સર્વ વૃતાંત યથાર્થ કહી બતાવ્યું. તે સાંભળીને રાજા અત્યંત વિસ્મય, લજજા અને આતુરતાથી પરાધીન થઈ ગયું. પછી અનિષ્ટ વસ્તુના ભારની જેમ અભિમાનના સમુહનો ત્યાગ કરીને તે રાજા પિતાની કન્યાનું સન્માન કરવા તૈયાર છે અને કર્મનું પ્રધાનપણું માનવા લાગ્યું. પછી ચંદ્રરાજાએ પિતાને જમાઈને પૃથ્વીપાલ રાજાને સત્કાર સાથે શહેરમાં લાવી વિવાહની રીત પ્રમાણે બહુમાન પૂર્વક ગ્રહદ્રવ્ય વિગેરે ઘણી વસ્તુઓની પહેરામણી કરી. : બીજે દિવસે તે નગરના ઉદ્યાનમાં વિશિષ્ટ જ્ઞાની ગુરૂ મહારાજ પધાર્યા. તેમને વાંદવાં માટે ચંદ્રરાજી સર્વ પરિવાર સહિત મયે ગુરૂ મહારાજને વાદી યથા સ્થાને બેસી દેશને સાંભળી.