________________
૩૫
કર્યું, તેજ કર્મ તારા પર તુષ્ટમાન થયું છે.
તારે પિતા ચંદ્ર રાજા મહા અજ્ઞાની છે અને મિથ્યાઅભિમાની છે. તેનું ફલ પણ તું પ્રાત:કાળે જોઈશ. તે તારી સમૃદ્ધિ જેવાને અહીં આવશે. તે સાંભળીને હર્ષથી ઉલ્લાસ પામેલી તે સુવદના કન્યાએ સ્વામીના મહિમાને માટે આખી રાત્રી દિવ્ય નૃત્ય કર્યું કે જે નૃત્યથી ઈન્દ્રનું હૃદય પણ ચમત્કાર પામે. છેઅહીં ચંદ્રરાજાએ “કાઠીયાને પોતાની કન્યા આપીને મેં મારા ક્રોધનું ફળ દેખાયું હવે સંતોષનું ફળ પણ શીધ્ર દેખાડું” એ પ્રમાણે વિચારીને ગર્વ પામેલા રાજાએ દેવ સમાન રૂપવાળા એક યુવાન રાજકુમારને ઉત્સવ સહિત, પહેલી મેટી કન્યા સુચના આપી. તેજ દિવસના રાત્રીના બીજા પ્રહરમાં ઉત્કૃષ્ટ લગ્ન લઈને સર્વ સમૃદ્ધિથી આખા શહેરમાં વિવાહ મહોત્સવ આરંભે.નગરના લેકને હર્ષ આપનાર એવા તે ઉત્સવવડે લગ્ન (મુહૂર્ત) સમયે ઘણી પ્રશંસા અને ઉત્સાહને પાત્ર એ તે બંનેનો વિવાહ થયો. ત્યાર પછી અશુભ કર્મના વશથી ત્યાં ઉગ્ર સંપ નીકળે તે જાણે યમરાજ હોય તેવો દેખાતો હતો. તેને જોઈને સર્વ જનો ભયભીત થઈને ક્ષોભ પામ્યા. તે વખતે ભયથી સંભ્રાત થયેલે વર પણ જલદીથી ઉઠીને ફાળ ભરતો નાસવા લાગ્યો. તેવામાં તેનો પગ સપના શરીર પરજ આવે. તેથી રોષ પામેલ સર્પ તેને ડર, અને તરત જ તે વર મરણ.