________________
૧૨
* તે વખતે કેટલાક લેકો રાજાને દેષ દેવા લાગ્યા. કેટલાક કુંવરીને દેશ દેવા લાગ્યા. કેટલાએક રાજાના કોપનો દોષ કહેવા લાગ્યા. કેટલાએક પ્રધાન વિગેરેનો દોષ પ્રગટ કરવા લાગ્યા. કેટલાએક તે કન્યાના ગુરૂને દેષ કાઢવા લાગ્યા. કેટલાએક તેણીના મુગ્ધપણાને દોષ કાઢવા લાગ્યા. કેટલાએક તેણીના ખરાબ ગ્રહનો દોષ કહેવા લાગ્યા. અને કેટેલાએક ધમષ્ટ લેકો તેણીના કર્મને જ દેધ કહેવા લાગ્યા. " આ પ્રમાણે નગરજનોના નવા નવા વચન સાંભળતી તે કન્યા તે પતિની સાથે નગરની બહાર તેજ “ઉઘાનમાં જઈને ખેદ પામ્યા વિના જ તેના પતિની સાથે જ રહી, અને તેવા કોઢીયા વરની પણ જાણે કોઈ શ્રેષ્ઠ દેવતા હોય તેમ પરમ પ્રીતિરસે કરીને સેવા કરવા લાગી. સતીઓનું સત્વ મહા આશ્ચર્યકારક હોય છે. પછી તે અગ્ય અને અસમાન બનાવ જેવાને જાણે અશક્ત હોય એમ સૂર્ય બીજા દ્વીપમાં જતો સ્થો, અસ્ત થ) અને તેની સ્ત્રી સંધ્યા પણ સતીની જેમ સૂર્યની પાછળ ગઈ અર્થાત્ અંધકાર થયે. ' " ' ત્યારે તે કન્યાએ પતિને માટે સુંદર સંથારો પાથરી આપે તેમાં સુખે સુતેલા પતિએ તેણીની પરીક્ષા કરવા માટે કહ્યું કે હે ભદ્ર! તું આ મોટા દુઃખ સમુદ્રમાં કેમ પડી? પ્રથમ તો તે ભોળીએ આ અંયુકત કાર્ય કર્યું. ત્યાર પછી બીજું અયુક્ત કાર્ય મેં કર્યું અને રાજાએ તો બહુ જ અયુકત