________________
ર
લીધેતે કન્યાનેપરણવા માટે નિષેધ કરવા લાગ્યા. તો પણ ક તેજ પ્રધાન માનનારી અત્યંત સત્ત્વયુકતએવી તે કન્યાએપાણિગ્રહણની રીત પ્રમાણે તે કોઢીયાના હાથ ગ્રહણ કર્યો.
તે વખતે તે સભામાં બેઠેલા એક જોશી આ વરન્યાના લગ્ન સમય વિચારી ગુપ્ત રીતે (મનમાં) બેક્લ્યા કે આ સમયે જેવું શુભ લગ્ન વર્તે છે, તેવું લગ્ન ખાર વર્ષે પણ મળવું દુ ભ છે. માટે આ સ્ત્રી પુરૂષને સર્વથા કોઈ મોટા દેવ જેવુ અનુપમ સુખ પ્રાપ્ત થવું જોઇએ, એમ અત્યારના આ લગ્નખળથી જણાય છે. તે વખતે રાજાના સખત હુકમથી કોઇથી કાંઈ પણ બાલી શકાતુ નહાતુ, એટલે સૌ મૌન રહ્યા.
વિવાહ થયા પછી તુરત રાજાએ તે કોઢીયા વરને આજ્ઞા કરી કે, આ કન્યાને લઇને તું અહીંથી જા, અને આની પાસે દાસીની જેમ કામ કરાવજે. પછી જાણે માટી ચોરી કરી હોય તેમ તેણીને રાજાએ અતિ કોપથી કહ્યું કે આ વરની સાથે જીવિત પંત નિર્વાહ કરજે, અને ઉત્તમ સુખ પામજે. તે સાંભળીને સાહસિક એવી તે કન્યા પણ “ બહુસારૂં ” એમ નમ્રતાથી કહીને દેવની જેમ તે વરના હાથ ઝાલીને પિતાના ધરમાંથી તેની લક્ષ્મીની જેમ નીકળી ગઈ. રાજાએ નિષેધ કરવાથી કોઈ દાસી પણ તેણીની સાથે ઈ શકી નહીં. અને રાજાના કોપના ભયથી અનિષ્ટની જેમ તેણીને કોઈ બાલાવી પણ શક્યું નહીં.