________________
૧૦ પ્રસન્ન થાય છે, અને સર્વ ઈષ્ટ વસ્તુને આપે છે. તથા પાપને ઉદય થાય ત્યારે યમરાજાની પેઠે તે રોષ પામે છે, અને સર્વવસ્તુનું હરણ પણ કરે છે. કહ્યું છે કે સર્વ જી પૂર્વે કરેલા કર્મનું જ વિશેષ કરીને ફળ પામે છે. અપરાધમાં અથવા ગુણમાં (લાભમાં કે હાનિમાં બીજા તો નિમિત માત્ર જ છે.
આ પ્રમાણે નાની સુવદનાકુમારીનું વચન સાંભળીને મનમાં ક્રોધ પામેલે રાજા બોલ્યો કે હે દુષ્ટ ! હે દુ પંડિતે તું તારા કર્મનું ફળ નથી તારા વચનનું ફળ તત્કાલ જે. એમ કહીને રાજાએ પિતાના સેવકોને આજ્ઞા આપી કે નગરમાં ચિતરફ ધ કરી કોઈ મહાદરિદ્રી, કોઢીયે, ભીખારી અને રાંક પુરૂષ હોય તેને બેલાવી લાવે, પછી રાજાના હુમથી ચારે તરફ શોધ કરવાને ભમતા રાજસેવકોએ નગરની બહાર ઉપવનમાં રહેલ પેલે કોઢીયે પુરૂષ (પૃથ્વીપાલરાજા) છે. અર્થાત્ પૂર્વે વર્ણન કરેલા અને દેવતાની સહાયથી દરિદ્રી થઇને બેઠેલા પૃથ્વીપાલ રાજાને છે. પછી સેવકોએ તેને કોઈ પણ પ્રકારે સમજાવી મહા પ્રયત્નથી બંદીવાનની જેમ રાજા પાસે લાવી ઉભરાખે. , તે વખતે રાજાએ પિતાની નાની પુત્રી સુવદનાને કહ્યું કે, જે તું કર્મને જ માને છે. તો તારા કર્મો આપેલા આ કોઢીયા દરિદ્રી વરને વર. જેથી તું કેવી કૃતાર્થ થાય છે, તે અમે જોઈશું. આ સર્વ જાણીને લેકોમાં હાહાકાર થઈ રહ્યો, અને તેમના હદય કંપવા લાગ્યા. તે વખતે પેલે કોઢીયે પણ સજનપણાને