________________
વસ્ત્રના કકડામાં બાંધીને જીવિતની પેઠે ગુપ્ત રીતે ઉગેડના વચલા માટલામાં મૂક્યા હતા. એક વખત કોઈ નિમિત્તથી રાજા તે સેવક પર કોપ પામ્યું. તેથી તેને કુટુંબ સહિત એ ધરમાંથી કાઢી મૂક્યો. કેમકે રાજાનું માન તો સ્વમ જેવું જ હોય છે. તે વખતે રાજાથી ભય પામેલે તે સેવક પિતાનું સર્વરવ તજીને કુટુંબ સહિત ઘરમાંથી નીકળી ગયે હતો. આ પ્રકારે કર્મ સંયોગે તે ઘરમાં મદમાં નાંખેલા રત્નને ભેગા કર્મવાદી પુરૂષને થયે. આ સર્વ હકીક્ત રાજાના જાણવામાં આવી ત્યારે તે ચમત્કાર પામે, અને તે બંનેને છોડી મૂક્યા. આ પ્રમાણે કર્મવાદી અને ઉદ્યમવાદી બંને વિવાદ રહિત થઈને અત્યંત સુખી થયા.
માટે હે બહેન ! સમગ્ર કાર્યને સાધનારૂં કર્મ જ છે. એમ તું પણ અંગીકાર કર. ત્રણ જગતના સમગ્ર જી જેને આધીન છે એવું કર્મ જ પ્રધાન છે. તે સાંભળીને મોટી સુચના પ્રત્યે ઉત્તર દેવામાં અસમર્થ થઈ. પરંતુ છળ કપટથી બેલવાનો સ્વભાવવાળી સુચના બોલી કે જે સર્વ કર્મના જ પ્રસાદ છે તે તું જ બોલ તું કોની કૃપાથી સુખી છે અથવા માન પામે છે? ત્યારે નાની સુવદનાબહેન બેલી કે અંતકરણમાં કુડ/ રાખીને કેવળ મુખથી મીઠું મીઠું લેવાથી શું ફળ છે ? આ સર્વને પિતાના કર્મના પ્રભાવથી જ સુખ દુઃખ પ્રાપ્ત થાય છે. જેને પુણ્યને ઉદય પ્રાપ્ત થાય ત્યારે રાજી તેના પર