________________
- સભા મંડપમાં બેઠેલા રાજાએ કમળ ઉપર હંસીઓની જેમ તેમને પિતાના ઉલ્લંગમાં બેસાડી. પછી પ્રશ્નોત્તર આદિ અનેક પ્રકારની પૃચ્છાઓના તે બંને કન્યાઓએ સાક્ષાત્ સરસ્વતીની જેમ તત્કાળ ઉત્તર આપ્યાં, પછી રાજાની આજ્ઞાથી મોટા મોટા પંડિતોએ પણ તેમની કળાકુશળતાની પરીક્ષા માટે અનેક પ્રકારના પ્રશ્નો પુછયા. તે દરેકના જવાબ પણ તે બંને કન્યાઓએ ઘણા જ સંતોષકારક આયા. - ત્યાર પછી રાજાએ પિતે બંને કન્યાઓને કહ્યું કે મારા પ્રશ્નનો જવાબ તમે બેઉ બરાબર આપ કે કર્મ (પ્રારબ્ધ) અને ઉપક્રમ(ઉધમ)એ બેમાં મુખ્ય કાણ? પહેલું કે બીજું ? અથવા તે બંને સમાન છે? તે કહે.
ત્યારે પહેલી કન્યા સુચના બેલી કે પરાક્રમની જેમ સર્વ સ્થળે ઉપક્રમજ (ઉધમજ) ફળ સાધનનું કારણ છે. ઉદ્યમ વિનાનું કર્મ પ્રારબ્ધ નિષ્ફળ છે. ભજન, વસ્ત્ર, ધન ઉપાર્જન શત્રુને નાશ, વિદ્યાની પ્રાપ્તિ અને રાજયને લાભ ઈત્યાદિ સર્વ કાર્ય ઉદ્યમથી જ સિદ્ધ થાય છે. કહ્યું છે કે ઉદ્યમ વડે જ સર્વ કાર્ય સિદ્ધ થાય છે, પણ મનેર વડે સિદ્ધ થતાં નથી. કેમકે સૂતેલા સિંહના મુખમાં પિતાની મેળે મુગલા પ્રવેશ કરતા નથી. તેથી બીલાડીની જેમ નિરંતર ઉધમ જ કરે. કેમકે બિલાડો જન્મથી જ તેની પાસે ગાય નથી, છતાં પણ હમેશાં ઉદ્યમ કરવાથી દૂધ પીએ છે.