________________
બીજાનું શી રીતે સિદ્ધ કરશે? માટે દેવાથી પણ અન્યનું મનેવાંછિત સિદ્ધ કરાય જ નહીં. શું રંક માણસ બીજાને રાજ્ય આપી શકે ? માટે હે દેવ ? તમે વિદ્વાન થઈને ગર્વથી શથિલ (ગાંડાની જેમ તમે આમ કેમ બોલે છે ? સત્યવક્તા મનુષ્ય પણ આવું અસત્ય બેલ નથી. તે તમે દેવ થઇને કેમ બેલે છે ? આ પ્રમાણે રાજાએ તત્ત્વ અને યુકિતથી કહ્યું છે. આ : તે સાંભળીને ચિત્તમાં ચમત્કાર પામેલે યક્ષ બોલ્યો કે, હે મહાપુરૂષ ! તેં આ જે કહ્યું તે સર્વ વાત સત્ય છે. દેવને પણ બીજાની જેમ પૂર્વે કરેલા પોતપોતાના પુણ્યને અનુસારેજ કાર્ય સિદ્ધિ થાય છે. તે પણ દેવની શકિત અચિંત્ય છે તેથી તે ચિંતવેલું કાર્ય કરી શકે છે. જેવું સુખ મનુષ્યથી સાધી શકાતુ નથી, તેવું સુખ દેવતા શીઘ્રતાથી સાધી શકે છે. માંટે તુ મારી પાસે કાંઈ પણ માંગતું જે માગીશ તે મારાથી અવશ્ય સિદ્ધ થશે. હું તે સર્વ તને આપી શકીશ, કેમકે દેવનું દર્શન નિષ્ફળ હેાય જ નહી.
આ પ્રકારે સાભળીને તે દેવનું વચન અત્યંત દૃઢ કરવા માટે રાજાએ કહ્યું કે હે દેવ ! જો તમારી ઈચ્છા એમ જ હોય તે હું જ્યારે તમારું મરણ કરૂં ત્યારે તમે મારું કાર્ય સિદ્ધ કરજે. તે દેવે તે રાજાનું વચન અંગીકાર કર્યું. કેમકે જે પુન્ય વંત હોય છે, તેનું કાર્ય અવશ્ય સિદ્ધ થાય છે, અને ચિત કરતાં પણ અધિક સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે,
5
'