________________
'
.
'
જ.
:
* *
મને સુખી કરીશ. તું મારી પાસે રહે. અને સુખેથી મનુષ્યને મળતા સુખ ભેગવ, આ ભિખારી વેષને છોડી દે, અને બીજો ઉત્તમ વેષને ધારણ કર, તારા નશીબને પણ ફેરવી નાંખીને હું તને પૃથ્વીપતિ સમાન બનાવી દઈશ કેમકે કલ્પવૃક્ષની જેમ હું પ્રસન્ન થયેથી તારે દુપ્રાય શું છે? કે . . ક . આ પ્રમાણે ઘણી રીતે કહ્યા છતાં પણ પ્રારબ્ધહીન ભિક્ષુક જરાપણ વિશ્વાસ ન પામે.અને જેમ મિથ્યાત્વી પ્રાણી મિથ્યાત્વનો ત્યાગ ન કરે તેમ તેણે પિતાના વેષનો ત્યાગ કર્યો નહી. જ્યારે રાજપુરૂષ તેને બળાત્કારે વેષ મૂકાવવા લાગ્યા. ત્યારે તેને જાણે કોઈએ માર્યો હોય તેમ તે રોવા લાગે. તે જોઈને રાજાએ તેને કહ્યું કે તારો વેષ કાયમ રાખીને પણ ભેજનાદિક વડે સુખ ભગવ. તે સાંભળીને પ્રસન્ન થયેલે તે ભિખારી જેમ પહેલા કષાય (અનંતાનુબંધી)ના ઉદયવાળો જીવ (પ્રથમ પામેલા) સર્વ સમ્યકત્વને વમી નાંખે, તેમ પ્રથમ પ્રેતની જેમ ઘણું જમ્પ,અને પછી તત્કાલ તે સર્વનું વમન કર્યું. કહ્યું છે કે' દૈવનું (કર્મનું ઉલ્લંઘન કરીને જે કાર્ય કરવામાં આવે છે, તે ફળીભૂત થતું નથી, ચાતક પક્ષીઓ ગ્રહણ કરેલું સરેવરનું પાણી ગળાના છીદ્ર દ્વારા એ બહાર નીકળી જ જાય છે.” પછી રાજાએ સાંજે તેને ફરીથી ભોજન કરાવીને તાંબુલાદિક મુખવાસ આયા, તે વખતે પણ તેનારકીની જેમ પેટની વ્યથાદિક દુઃખને સ્પષ્ટ રીતે ભેગવવા લાગ્યો, તે વ્યાધિનો રાજાએ