________________
૨૮૫
આત્માની જ વાતો ઉપાશ્રયમાં થઈ શકે તેની સમજણ શ્રાવકશ્રાવિકાને હોવી જોઈએ.
પ્રભુ પૂજા કરી પૂ. આ. શ્રી નિર્ભયસૂરીશ્વરજી મહારાજદિને વંદન કરી પચ્ચખાણ લઈ બધા પિતાના ઘરે ગયા.
સુ છત્રકુંવર બનેલે ભાણકવર જૈનધર્મના જ આચાર વિચારવાળો થવાથી રાજા પણ ધીરે ધીરે જૈનધર્મનું પાલન કરવા લાગે છે જેથી વ્યાખ્યાન અવસરે રાજા રાજકુંવર તથા પ્રધાનજી તેમ જ શેઠ શાહુકાની સાથે ઉપાશ્રયમાં આવ્યું. પૂ. આ. શ્રી નિર્ભયસૂરીશ્વરજી મહારાજાદિને વંદન કરી વ્યાખ્યાન શ્રવણ કરવા ઉચિત સ્થાને બેઠા. પૂ. આચાર્ય મહારાજશ્રીએ શ્રી નમઃ રકાર મહામંત્ર,મંગલાચરણ કર્યા બાદ કહ્યું કે, હે મહાનુભાવો ? ન જ્ઞાન તુલ્ય કિલકલ્પવૃક્ષ,ન જ્ઞાનતુલ્ય કિલકામધેનુ નજ્ઞાનતુલ્ય કિલકામકુંભ, જ્ઞાનેનચિંતામણિરખ્યતુલ્ય:
મહાનુભા? અસાર એવા આ સંસારમાં જગતના છે: ભવભ્રમણ કરી રહ્યા છે, તેનું મુખ્ય કારણ અજ્ઞાનતા છે. ખરેખર અજ્ઞાન ભયંકર છે. અજ્ઞાનથી ઉપગી શક્તિઓ બરબાદ થાય છે. એટલું જ નહિ પણ તેઓ અનર્થ જનક થઈ પડે છે. અજ્ઞાનથી જ ઈર્ષ્યા, વૈર, વિરોધ, કલહ, કંકાસ વિગેરે ઉત્પન્ન થાય છે. અજ્ઞાનથી જ ધર્મનું રહસ્ય સમજવામાં નહી આવતાં વિપરિત બુદ્ધિ થાય છે. અજ્ઞાનથી જ ધર્મના બહાને દુરાચારને વધારે કરવામાં આવે છે. અજ્ઞાનથી જ ખરાખેટાની પરીક્ષા