________________
૨૮૪
ધરે પૂ. મુનિરાજે, કોઈને કોઈની હાજરી રહેતી જ. તેમજ આત્માથ, અભ્યાસી, તારવી, નિર્મળ ગુણને ધરનારા એવા વિદુષી સાધ્વીઓનું આવા ગમનની સંખ્યા પણ સારા પ્રમાણમાં રહેતી.
જેથી સંઘને સુપાત્રે દાન શિયલતપ અને ભાવનાની વૃદ્ધિ થતી, તેમજ વ્યાખ્યાન શ્રવણને લાભ નિરંતર મલતે. શ્રાવકે પણ કેટલાક ચાલાક ચતુર હશિયાર શ્રદ્ધાળુ શાસ્ત્ર શ્રવણ કરી, જાણકાર બનેલા, પૂજા આવશ્યકાદિ ક્રિયાઓને કરનારા તેઓ કઈ સાધુ પ્રમાદ કરતા હોય, ભૂલ કરતા હોય, કંકાસ કરતા હોય, તેઓની પાસે બેસી, વિનય વિવેક સાચવીને સાધુ મર્યાદાની સાધુના સદ્દવર્તનની વાત એવીયુક્તિથી સંભળાવતા કે જેથી સાધુ પણ પોતાની ભૂલ સમજે પ્રમાદને તજે અને આરાધનામાં સાવધાન બને.
અમોએ શાસ્ત્ર શ્રવણ કરતા કરતા અમુક અમુક દષ્ટતિ પૂ. ગુરુવર્ય પાસે સાંભળેલા તેજ આપની પાસે કહેલ છે. બાકી આપ તે અષ્ટ પ્રવચન માતાનું પાલન કરનારા છે, અમો તે આપની પાસે કંઈ હિસાબમાં નથી, અમારી પણ ચારિત્ર લેવાની ભાવના તે છેજ. પણ જંજાળ છૂટે ત્યારે ખરી, આપને ધન્ય છે, આમ દરરોજ સદ્ભાવથી ઉપાશ્રયમાં આવે ત્યારે સાધુઓને પણ આનંદ થતે, કુથલી કે ગામ ગપાટા કે ભાવ તાલની વાતે ઉપાશ્રયમાં કરાય જ નહી. ધર્મની, સ્વાધ્યાયની આરાધનાની