________________
૨૮૩
એવા સાધને મલ્યા છે. રાજકુંવર બની શકે એવું ભાગ્ય ખીલ્યું છે. જૈનધર્મી આવશ્યકાદિ ક્રિયાને આચરનાર એવા માનનીય પ્રધાનજી સાથે સબંધ થયેલ છે, અને ઉંચામાં ઉંચે તત્ત્વનું ધાર્મિક જ્ઞાન આપનાર સમર્થ જૈન ધર્મના જાણ એવા શ્રદ્ધાળુ ભણાવનાર પંડિતજી મલ્યા છે. દેવગુરુની ભક્તિ મળી છે, આ બધા સંજોગો સામાન્ય પુન્યથી મળે જ નહીં, પણ જબ્બર આરાધના પૂર્વે કરી હોય તેને જ મળે છે, જુઓ તો ખરા !. કેટલી નમ્રતા, કેટલે વિનય, વિવેક, કેવી જીનેશ્વરની ઉંચ ભક્તિ હૃદયમાં વસી છે, તે ખરેખર દરેકને અનુકરણીય અને અનુમોદનીય છે. - પ્રધાનજી તથા રાજકુંવરે વિગેરે શાંતિકલશ, આરતી વિગેરે ઉતારી હર્ષપૂર્વક કહે છે કે હે પ્રભુ આપને ધર્મ સત્ય છે, સાચે છે, સત્ય છે, એમ બોલી ત્રણવાર ઘંટ વગાડ. ત્યારબાદ બધા ઉપાશ્રયે પધાર્યા.
મહાનુભાવો ! રાજનગરની જેમ જૈનપુરી સમાન છત્રપુર નગર પણ એવું હતું કે જિન મંદિરોની તથા ઉપાશ્રયની સંખ્યા મેટી હતી. ગુરૂદેવને વિરહભાગ્યેજ હેય.ગુરૂમહારાજની પધરામણી આવ જાવ ચાલુ જ રહેતી. જેથી મહાન ધુરંધર પૂ. આચાર્યો, પૂ. ઉપાધ્યાયે, પૂ. પંન્યાસ, પૂ. પ્રર્વત, પૂરિસ્થવિરે, પૂ. પ્રભાકર, ૫. ઉદ્ધારકે, પૂ. પ્રભાવકે, પૂ. કવિઓ, પૂ. તપસ્વીઓ, પૂવક્તાઓ, પૂ.પંડિતે, એવા એવા પૂજય પદવી