________________
૨૭૮ દીપક મૂકી આપની પાસે રાખેલ છે.એના પ્રકાશથી હીરામોતી માણેકથી રચેલી આંગી ઝગઝગાટ કરી રહી છે.
હે પ્રભુજી ? આપ રાજયાવરથામાં હતા ત્યારે હીરામોતી પન્ના નીલમ માણેકના આભૂષણો ધારણ કરતા હતા, છતાં કઈ પ્રકારનો આપને મમત્વભાવ નહોતે, જેથી જ રાજપાટ સધળું, મૂકી દઈ આપ સંયમી બની વીતરાગ થયા, આપનો રાજવૈભવ જેઈને પણ કઈક જો નિરાગી બની ગયા એમ જ રાગી એવા અમે આપને આભૂષણ પહેરાવી આપના ત્યાગ માર્ગનું અનુકરણ કરવાને અભ્યાસ કરીએ છીએ. હે પ્રભુ મને આપનું શરણું જ મારૂ લાગ્યું છે. જેથી જ આપણું શરણ મેં લીધું છે. પણ હે જીન આ જગતની જંજાળમાં એવા ફસાઈ ગયા છીએ કે ન પૂછો વાત. - હવે તો આ જંજાળમાં મુંઝાઈ ગયા છીએ. ગમેતેમ કરીને આ ગુંચમાંથી મુંઝવણમાંથી કેદખાનાથી બહાર કાઢે. હે પ્રભુજી આટલું હવે માને માને માને. હે જીણંદજી ! આપ તો આ ભવ સંસારસાગર તરી ગયા. હવે તો હે કરૂણાના સાગર મને પણ તારે. હે પ્રભુજી ! આ આપને ઉપકાર હું કદી પણ ભૂલીશ નહિ. વિસારી નહિ.
હે જીનેશ ! પાંચ પ્રકારે આપની ભક્તિ કરવાની છે. તેમાં આપની આજ્ઞા તે હૃદયમાં ધારણ કરી, તીર્થયાત્રા કરી, દેવ દ્રવ્યનું જે રીતે રક્ષણ કરવાનું કહ્યું છે. તે મુજબ