________________
૨૭૫
પણ બહુ ખુશ રહે છે.
સ્યાદ્વાદમાં બહુ જાણપણાથી ષટ્ટનનું સ્વરૂપ સરલપણે સમજી શકે છે, રાજ્યના કામકાજ ચલાવવા રાજ્યના કાયદા, રાજનીતિ, વિગેરે પણ સમજી લીધેલ છે. યુદ્ધ કળા વિગેરે રાજ્ય રક્ષણ માટે મેળવી લીધી, આવા જબ્બર અભ્યાસી રાજકુંવર બન્યા છતાં વિધાનુ અભિમાન પણ નથી. વિવેકરૂપ આંખ ખુલી ગઈ છે.
અધિકા રૂપ તે વિદ્યા કહી, ગુપ્ત ધન તે વિદ્યા સહી; ચશ સુખની દેનારી એહ, વાટે બાંધવ સરખી જેહ,
વધારેમાં વધારે રૂપવાન વિદ્યા છે, વિદ્યા એજ ગુપ્ત ધન છે. યશ અને સુખની આપનારી છે, તેમ જ રસ્તામાં બીજા ભાઈ સરખી છે.
વિવેક વોનર જેવે, તે પડિત દાતાર, જે વિવેક હીણા નર જાણવા, કિરપીને ગમાર. વિવેકવાળા માણસ પડિત અને દાતાર બની શકે છે. વિવેક વિનાના માણસાને કૃપણ અને મૂર્ખ જાણવા.
સુજ્ઞા ! ભાણકવરે રકપણામાં જે મોટી જીન પ્રતિમાના દર્શન કર્યા હતા, તેજ દેરાસરમાં ભાવથી દરરોજ પ્રભુ પૂજા કરે છે. પ્રધાનજી પણ તેજ મદિરમાં પૂજા કરતા હાવાથી બને મળીને પ્રભુજીની અષ્ટ પ્રકારી પૂજા હેતુ પૂર્વક કરે છે.પુષ્પાની