________________
ચાલુ વિષયે જણાવવાનું કે વર્તમાન રફૂલ, કોલેજ, વિધાપીઠ, યુનિવસટી, કે સહશિક્ષણમાં અપાતુ શિક્ષણ તે લૌકીક કેળવણી છે. જે લૌકીક કેળવણી દ્વારા વિષય-કષાય આરંભ પરિગ્રહાદિને પોષણ મળે છે, અને સમ્યગ જ્ઞાનદર્શન ચારિત્રનું શોષણ થાય છે. એવી સંસ્થાઓમાં દાનવીરે લક્ષ્મીને વરસાદ વસાવે છે. તેનાથી પાપાનુબંધી પુણ્યનો સંચય કરે છે. કેમકે સર્પના મુખમાં ટપક્ત જળ વિષરૂપે પરિણમે છે તેથી હે મહાનુભા! લકત્તર શિક્ષણ સંસ્થાઓમાં એટલે કે જેમાં સમ્યગુ દર્શન જ્ઞાન,ચારિત્રનું શિક્ષણ અપાતું હોય તેવી સંસ્થાઓમાં જ તમારા તન, મન,ધનને ધોધ વહેવડાવી એ ઉમદા સંસ્થાઓને ઉંચ કક્ષાએ લઈ જાઓ.
ભાગ્યવાન ! જીવાજીવાદિ તત્ત્વનું શુદ્ધજ્ઞાન, તેનું નામ જ્ઞાન છે. તે સિવાયનું બધુએ અજ્ઞાન છે. માટે જ્ઞાનદ્રવ્ય દુનિયા દારીના શિક્ષણ માટે વાપરી શકાય નહી, એ પણ સમજી લેવું રાજકુંવર બનેલ ભાણકુંવરમાં કુદરતી વિનય વસેલે છે. વિનયથી મેળવેલ જ્ઞાન તે દીપી નીકળે છે. કહ્યું છે કે પાંદડાં વિનાનું ઝાડ, સુગંધ વિનાનું પુષ્પ, ગુણ વિનાનું ઔષધ, વ્રત વિનાનું જીવન, એકડા વિનાનામીંડા, ક્ષમા વિનાની ઉદારતા, તે બધા નકામાં છે. તેમ વિનય વિનાનું જ્ઞાન પણ નકામ છે. ભાણકુંવર બુદ્ધિશાળી હેવાશી એક બે કે ત્રણવાર સાંભળવા માત્રથી યાદ. કરી લે.