________________
૨૨૮ છે અને ગૃહસ્થજીવનએ બઘચર્યજીવન પર અવલંબે છે. બાલ્યાવસ્થામાં જેવી શરીર સંપત્તિ મેળવી હશે, તેના ઉપરજ યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાની સંપત્તિ મટે ભાગે આધાર રાખે છે. જુવાની એ જીવનની વસંત છે. વસંતપરજ ફળ, પાનખરને આધાર રહે છે. તેમ જુવાની પરજ ઘડપણને આધાર રહે છે. સુખી થવું કે દુઃખી થવું છે તેને પ્રથમ વિચાર કરી અને પછી જીવનનું મંડાણ માંડે. વિધાથી અવરથાને વેડફી દેનાર ભાવિજીવનમાં સુખ નહીં દેખે, તે સ્વાભાવિક છે. જે વિધા–જ્ઞાન નહી હોય તે જીવનમાં સુખ ક્યાંથી મળશે કે વિધા વગરને જન પશુ લેખાય છે. તે જરાય ખોટું નથી. એટલે માનવીએ સુખી થવું હોય તે એણે એના જીવનને પાયે મજબૂત બનાવે જોઈએ.
પંડિતજી આ બધી બાબતોને સમજે છે. પોતે પણ જીવનને મહેલ વિદ્યાર્થી અવસ્થામાં પાકે બનાવેલ છે. જેથી રાજકુંવરને પણ ધાર્મિક અભ્યાસ રસપૂર્વક કરાવે છે. પાયાવિના ઈમારત ચણાયજ નહીં તેમ ધર્મ વિના જીવન જીવાયજ નાહ. જીવન ટકે જ નહીં. ધર્મએ જીવનને પામે છે. અનુક્રમે ભાણકુંવરે ગણત, વ્યાકરણ, ઈતિહાસ-ભૂગોળ, કાવ્ય, ન્યાયશાસ્ત્ર,
સ્વરશાસ્ત્ર, જતિષશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર, ભૂસ્તરવિદ્યા, ખગોળવિધા, સંસ્કૃત, માગધી, પ્રાકૃત, કષ વિગેરે વિગેરે અનેક વિષચિની સાથે સાથે એકાંતે મેક્ષનાજ હેતુભૂત એવા જીવાજીવાદિ ખતરનું શુદ્ધજ્ઞાન મેળવ્યું.