________________
કે વૃદ્ધાવસ્થામાં પણ મૃતસંગ્રહ-શાસ્ત્રાભ્યાસ, વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ. કારણ કે જ્યાં ધનવાનોની ગતિ થઈ શકતી નથી ત્યાં. બહુશ્રુતે, શાસ્ત્ર, વિદ્વાનો જઈ શકે છે.
સુજ્ઞો ! છત્રકુંવરના વેષવાળા ભાણ કુંવરે અઢાર વર્ષની ઉંમરે ભણવાનું શરૂ કરેલ છે. પુદયે ક્ષપશમ ખુલ્યા હેવાથી એક પછી એક ચપડીયે જલદી જલદી શીખવા માંડી. વિનય અને વિવેકી હેવાથી પંડિતજી પણ તેના પ્રત્યે માન ધરાવતા હતા. જેથી ધાર્મિક અભ્યાસ કરાવવા વિશેષ ધ્યાન, આપે છે કારણ કે ધાર્મિક અભ્યાસ એ મૂળ મજબૂત પાયો છે. પાયા ઉપર ઘરનો આધાર રહેલું છે. પાયો એટલે જમીનની અંદરનું ચણતર. પાયામાં નાંખેલે પૈસે ફેગટ નહિ જાય. પાયાની મજબૂતી ઉપરજ મકાનની મજબૂતીને આધાર છે. સામાન્ય મકાન હોય તે જેવા તેવા પાયા નભી જાય, પણ મહેલ બનાવવા ઈચ્છનારે તે પાયે પહોળો ઉડાને મજબૂત ચણજ રહ્યો. જે તમે ઢીલા નબળા પાયા પર ભવ્ય મહેલ ચણે તે જરૂર સમય જાતા બેસી જવાનો. મકાન બેસી ન જાય. દીવાલેમાં ફાટ ન પડે. એવું ઈચ્છનારે તે પ્રથમથી જ પાયા પર ધ્યાન રાખવું જોઈએ. પાયે જેટલે મજબૂત હશે તેટલી રાહત. સરવાળે રહેશે.
મહાનુભાવ! જેવું મકાનનું તેવું જ સંતાનનું, વિદ્યાર્થીનું જીવન પણ સમજે. વિદ્યાર્થી અવસ્થાએ ગૃહસ્થજીવનને પાયે.