________________
અને ધ્યાન મૌનાદિ પણ સિદ્ધ થઈ શકે છે. અભ્યાસને શું દુષ્કર છે?
જો એક વખત વિદ્યા મેળવી હોય તે પણ જે તેને અભ્યાસ છોડી દેવામાં આવે તે અવશ્ય તેનું વિસ્મરણ થઈ જાય છે, તેથી જ વિધા ત્રણ પક્ષી કહી છે. અર્થાત્ ત્રણ પખવાડીયા સુધી જે તેને યાદ કરવામાં ન આવે તે તે વિસરાવા માંડે છે, તેથી વિદ્યા પ્રાપ્તિ માટે અભ્યાસ ર્યા કરે તે ઈષ્ટ છે.
ઘણા મનુષ્યની એવી માન્યતા બંધાઈ હોય છે કે બાલ્યકાળમાં અભ્યાસ થઈ શકે છે. પરંતુ આ માન્યતા બરાબર નથી. ગમે તે વયમાં પણ વિદ્યા પ્રાપ્ત થઈ શકે છે. તેથી મનુષ્ય વિધા પ્રાપ્ત કરવી જ જોઈએ. અનુભવની શાળામાં પ્રાપ્ત થયેલું શિક્ષણ સર્વ કરતા ચઢી જાય તેવું સચોટ હોય છે. બાલ્યકાળમાં તો વિધાના પ્રાથમિક બીજ રોપાય છે. પરંતુ તે નવ પલ્લવિતને યુવાવરથામાં જ થાય છે. અને વૃદ્ધાવસ્થામાં તેના પરિપકવ ફલ નિપજે છે. સાઠે બુદ્ધિ નાઠે. એ કહેવત ઉધે માર્ગે દોરી જાય છે. એ વય સુધી પણ મનુષ્ય વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ. તે માટે
વલિ પલિત કાલેડપિ, કર્તવ્યાઃ શ્રુતસંગ્રહા ન તવ ઘનિને યાન્તિ. યત્ર યાન્તિ બહુશ્રુતાઃ
અર્થાત–મોઢા ઉપર કરચલીઓ પડી ગઈ હૈય, અને મસ્તકે પળીયા સફેદ વાળ આવી ગયા હોય, તે કાળે પણ એટલે