________________
સોપશમ પણ ખુલવા લાગે. સાથે વિનય પણ ધણેજ રાખતે કારણ કે વિદ્યા મેળવવા ઉત્સાહી છે વિધા સર્વોત્તમ વસ્તુ છે. પૃથ્વીમાં વિદ્યાની બરાબરી કાઈથી થઈ શકે તેમ નથી. મનુષ્ય જેટલું વિધાકળાથી માન મેળવે છે. તેટલું બીજા કશાથી મેળવી શક્ત નથી. તેમજ સુવિધાના પ્રભાવથી જ નામ પણ અમર થાય છે. વિદ્યા વિનયને બક્ષે છે. વિનય પાત્ર પણાને બક્ષે છે. પાત્રપણું ધન પ્રાપ્ત કરાવે છે. ન્યાય સંપન્ન ધન ધર્મને પ્રાપ્ત કરાવે છે, અને ધર્મ સુખ બક્ષે છે. પણ એ બધાનું મૂળ વિઘાજ છે.
સીય સૌંદર્ય વા વિદ્યા, લક્ષ્મીર્વચસ્વિતા વા. શેભાં ન વહતિ ગુણે, વિનયાલંકાર પરિહિત
શૌર્ય, સૌદર્ય, વિદ્યા, લક્ષ્મી, પાંડિત્ય કે અન્ય કોઈ ગુણ જે વિનયરૂપ અલંકાર રહિત હોય તો તે શેભા પામતે નથી.
એ માટે વિદ્યા અને વિજય પ્રાપ્ત કરવા. વિદ્યાવાન ધનવાનેથી સુખી રહે છે. અને વિદ્યાવાનનું મન વિધા ધનથી એવું સરલ થઈ જાય છે કે ધન-સંપત્તિની કદી દરકાર પણ કરતું નથી. તેમ તેઓ પિતાના પુત્રાદિને પણ જુઠી ટાપટીપથી ન ભાવતા વિદ્યા અને શીલના ભૂષણેથી ભૂષિત કરવા ઠીક સમજે છે. છત્રકુંવરનો વેષધારી ભાકુંવર ભણવામાં વિશેષ ચિત્ત રાખવા લાગે. મહાનુભાવે? ચિત્ત ચટાડયા વગર એક્લી જીભ હલાવવાથી જેમ આંખ મીંચીને લખી તે જવાય પણ ઢંગ ધડા