________________
વાદીઓના ભૂવાના, ટુચકા જાણનાર ડેશીઓ પાસે વિવિધ પ્રકારના ઉપચાર કરાવ્યા. રાજયના વૈભવભા પ્રમાણે ઉત્તમમાં ઉત્તમ ઉંચામાં ઉંચા પ્રકારના મોટા ખર્ચ સાથે ઉપાડે લીધા હતા. પણ રોગ તે હવે જ નહીં.
રાજકુંવર બનેલા ભાણીયાએ વિચાર કર્યો કે મારી સાચી વાતને કોઈ માનતું નથી. માટે હવે તે જે થવાનું હોય તેમ થાઓ. ન બોલવામાં નવ ગુણ છે. એમ સમજીને મૌન રહ્યો છે. એટલે કે નકામુ આડુ અવળુ ખાસ બેલ નથી. વૈધો વિગેરે સમજી ગયા છે કે અમારા ઉપાયે રામબાણ જેવા બન્યા છે. રાજા ફતેસિંહ પણ ખુશ છે. જેથી સગાવહાલાઓને મિત્ર વિગેરેને ઓળખાવવા પ્રશ્ન પૂછે છે પણ ઉત્તરમાં કઈને બદલે કંઈ વિચિત્ર જવાબ મળવાથી રાજા હજી અકળાય છે ખરે. પણ હવે કુંવર જેમ તેમ બહુ બોલતે નથી, એમ સમજી તબીયતમાં બીજી રીતે સુધારે તો થયો જ છે. એમ સમજીને હરખાય પણ છે.
રાજાએ વૈઘ, જોશી, પંડિત, ભદ, બ્રાહ્મણ, મંત્રતંત્રવાદી, આસનવાદી, ભૂવા તથા ટુચકા જાણનારી ડોશીઓ વિગેરેને સન્માન પૂર્વક લાયક ઈનામ આપ્યા.
અકસીર ઉપાય થાતા બે દિવસમાં જ ઘણો ફેર પડી ગયો છે. પણ કુંવર ભણેલું બધુ ભૂલી ગયેલ છે. માટે નવેસરથી એકડે એકથી ભણાવો. જેથી જલ્દી બુદ્ધિમાં વધારો થાય. એમ વિચાર કરીને પ્રધાનને લાવ્યા અને કહ્યું કે રાજકુંવરની