________________
२१०
એક બાણ વડે હણી અને પછી પિતાની બાણમારવાની કુશલતાને વખાણીને વારંવાર તે પાપકર્મની અનુમોદના કરી. તેથી નિકાચિત કર્મ બાંધ્યું. ત્યારપછી અનાથી મુનિના સંગમથી સમક્તિને પામ્યા અને શ્રી વીર ભગવંતની અપ્રતિહત ભક્તિ વડે તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું. પરંતુ પૂર્વોક્ત પાપના પ્રતિબંધની વખતે નરક ગતિનું નિકાચિત આયુષ્ય બાંધ્યું હતું તે કર્મ ક્ષય ન પામ્યું અને નર્ક જવું પડ્યું આવું તીવ્ર પાપ કર્મ તે નિકાચિત પાપ કર્મ જાણવું.
ઉપર મુજબ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને મન વચન કાયાના યોગ સાધનથી કર્મબંધ થવાના ચાર પ્રકારમાં ધૃષ્ટબંધ, બદ્ધબંધ, નિવૃત્તબંધ અને નિકાચિત બંધનું વરૂપ ટૂંકમાં સમજવા માટે દર્શાવ્યું. તે સમજીને છત્રકુંવરના ચરિત્રમાંથી સાર ગ્રહણકરીને અશુભ કર્મબંધ ન થાય તેની ચીવટ રાખવી અને શુભકર્મ બંધમાં પણ પુણ્યાનુબંધી પુણ્ય વધે તેમ થાય તે જ પરંપરાએ મુક્તિના ધ્યેયની સફળતા થાય. હવે છત્રકુંવર તથા ભાણકુંવરનું ચરિત્ર આગળ જોઈએ.
ખરે રાજકુંવર તે હાલ ભીખારી વેશે રહેવા છતાં ભીખ માંગવા છતાં પિતાના રાજ્યનું દયેય ભૂલતો નથી. એક વખત રાજમહેલના દરવાજે પિતાના પિતાને મળવાની ઈચ્છાથી જઈ ચડયું હતું. પણ સિપાઈઓએ ગાંડા જે જાણી ધક્કામારીને કાઢી મૂક્યો. છતાં પણ રાજ્ય હકના વારસનું ધ્યેય