________________
ર૫૯
એનું ફળ તો મળવાનું જ. જેમ કેટલાએક રેગો એવા હોય છે કે જેને મટાડવા ઘણા ઉપાયે અને દવા કરવા છતાંય તે મટતા નથી. ધન મેળવવા માટે ઘણી મહેનત કરે છતાં ન મળે. દુઃખ ટાળવા માટે ઘણા ઉપાય કરે છતાં ન ટળે. ત્યાં એવા નિકાચિત કર્મને ઉદય સમજો.
એવી જ રીતે ઘણા સારા અધ્યવસાયથી ખુબ રસ પૂર્વકની ધર્મક્રિયાથી બાંધેલ પુણ્ય પણ નિકાચિતરૂપે થાય, તેપણ ભેગવવું જ પડે. પાપની જેમ વ્યકિતગત પુણ્યાનુબંધ પુણ્યની સ્થિતિ પણ સાદિ શાંત છે.
પુણ્યાનુબંધી પુણ્ય કરનારે પુણ્યના ફળમાં આસક્તિ ન રાખવી. દુનિયાના ભેગવિલાસની વાંછા પણ ન કરવી. શ્રી શાલિભદ્રજીની અખુટ ઋદ્ધિ પુણ્યાનુબંધી પુણ્યની સમજવી. છતાંય એવા પવિત્ર આત્માને એડદ્ધિ છોડતા જરાયવાર નલાગી.
એની અપેક્ષાએ તમારી ઋદ્ધિ ઘણીજ ઓછી છતાં મોહ કેટલે બધે છે એજ કર્મનું જેર સૂચવે છે. નિકાચિત કર્મો આત્માને ભેગવવાં જ પડે છે. હજારો લાખે વર્ષ સુધી હાયવોય કરે, ખુબ રડે તે પણ બાંધેલા તે પાપ કર્મો છોડે નહી. એવું નિકાચિત કર્મ પણ બહુ ઘોર તપથી, ધર્મક્રિયામાં ભાવની તથાવિધ લયલીનતાથી, ઘણા જ પવિત્રવિચારોથી કદાચ ના પામી શકે પણ એવું ક્વચિત બને.
શ્રેણીક રાજાએ શિકાર કરવા જતાં એક સગર્ભા હરણીને