________________
- ર૫૭ આવે ત્યારે તે સોયે છૂટી થાય અને સાફ થાય, નિધત્ત બંધ પણ એ હોય છે. નિધત્ત બંધે બાંધેલા કર્મોને છોડવા માટે આકરી તપશ્ચર્યા કરવી પડે, પશ્ચાતાપ કરા પડે અને નિંદાગë કરવી પડે, ઉચ્ચ પ્રકારની ભાવનાઓ ભાવવી પડે, અને શુદ્ધ અધ્યવસાયો હેય ત્યારે એ કર્મ છૂટી શકે છે. અન્યથા તેવા કર્મના ઉદયે સેંકડોને હજારો વર્ષો સુધી દુઃખ ભેગવવું પડે. એ કર્મો જીવને રડાવે, દુઃખ દે, પડે, ત્રાહી ત્રાહી પિકરાવે. કંઈ ધાર્યું થવા ન દીએ. ઘડી પહેલાં ખુશી હોય ત્યાં ખેદના ખબર આવે. બધા પાસા અવળા પડે, નિધત્તરૂપે બાધેલા પાપ કર્મના ઉદયે બધુ અવળું જ થાય. જો ધર્મક્રિયા રસપૂર્વક કરી હોય તો પુણ્યબંધ પણ નિધત્ત રૂપે થાય, એના ઉદય કાળે મનુષ્ય જન્મ, આર્યદેશ, ઉત્તમકુળ, પાચે ઈન્દ્રિય સપૂર્ણ નિરેન શરીર, ઈષ્ટ વસ્તુનો સંગ, ચારે તરફથી આબાદી અને ધર્મના સાધનો મળે એવા પુણ્યના ઉદયે આનંદ આનંદ થાય.
અહીં એક વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે કે, પ્રથમ પૃષ્ટ બંધ થયે હેય પણ પાછળથી તે કર્મબંધ બદ્ધ, નિધત્ત કે નિકાચિત રૂપે પણ થઈ જાય છે. કારણ કે તે ક્રિયા પછી ખુબ પ્રશંસા કરી હોય, ખુબ રાજી થયા હોય તે એવું બને છે. જેમકે પહેલાં પાપ નિરસભાને કર્યું જેથી તે કર્મબંધ પૃષ્ટરૂપે થયે હોય અને પાછળથી તે દિયાથી આત્મા રાજી થયું. તે પાપની પ્રશંસા કસ્વા લાગે. એમ હોય તે પૂર્વે બાંધેલ સ્પષ્ટ કર્મ બદ્ધ રૂપે બને છે. એવી જ રીતે પૂર્વે બદ્ધ રૂપે
૧૭.