________________
એપ
મકાનમાંથી કચરો કાઢવાને છે. પણ હવાથી છેડો તે આવવાને જ. પણ સિદ્ધાંત મુજબની ક્રિયાથી નિર્જરા વધારે. અને બંધ એ છો, અને જે બંધ થાય તે પણ પુણ્યાનુબંધી પુણ્યને, તેના ઉદયમાં આત્માને ધર્મમાં વિન ન થાય. અને આત્મા સુખી અને શાંત રહે, એ પુન્ય ધર્મ વિઘાતક ન નિવડે. ઉત્તરોત્તર ચડતી કરી વર્ગાદિ સુખ આપે અને મુક્તિના કારણેમાં પણ મદદગાર બને. તાત્પર્ય એ છે કે મુક્તિ ન થાય ત્યાં સુધી પુણ્યાનુબંધી પુણ્ય જીવને સતિ અપાવે. અને મુક્તિના કારણે એવી રીતે ભેગા કરી આપે કે જેનાથી જલદી મુક્તિ જવાય. કોઈ પણ જીવ ધર્મ ક્રિયા વિના મુક્તિએ જ નથી. શુદ્ધ ભાવ પૂર્વકની ધર્મ ક્રિયાથી પણ શાસ્ત્રકારોએ ધર્મ બતાવ્યું છે. અને તે ધર્મક્રિયાઓ ભલે પુણ્ય બંધાવતી હોય પણ ઘણું જ નિર્જરાના કારણ રૂપે છે. ચૌદમાં ગુણરથાનક પહેલા કોઈ પણ આત્મા ક્રિયાવિના રહી શકે જ નહિ. શુભ કે અશુભ ગક્રિયા તે ચૌદમું ગુણરથાનક ન આવે ત્યાં સુધી રહેવાની જ અને ચૌદમું ગુણરથાનક તેવા પ્રકારની ધર્મક્રિયા કર્યા વગર આવી શકે જ નહિ. માટે ધર્મક્રિયા પરંપરાએ કેવળજ્ઞાનનું કારણ છે. ચૌદમાં ગુણરથાનકનું કારણ છે. મુક્તિનું 'પણ કારણ છે. માટે આત્માને શુદ્ધ કરવાની અભિલાષાવાળાએ
અને મુક્તિની ઈચ્છાવાળાએ ધર્મક્રિયા કરવી જ જોઈએ. કે હવે ધર્મક્રિયા કરે પણ દિલવગર, કાયાથી જેમ તેમ કરે.