________________
મનથી પાપ બાંધનારા ઘણું, એટલે માત્ર મન પણ સુધરી જાય તે પણ ઘણાં પાપથી બચી જવાય, | મન સુધારવામાં સારા વિચાર કરવાની ટેવ પાડવી જોઈએ. કઈ આપણા મરણને ઈચછે તે આપણને કેવું થાય ? દુઃખજ થાય. તેવી રીતે બીજાના મરણને ઇચ્છીએ તે તેને પણ દુઃખ થાય જ. વળી વિચાર કરો કે એનું મરણ મેં ઈચ્છયું એટલે એ કાંઈ મરી ગયો નહિ. અને મને તે એના મરણનું પાપ લાગ્યું જ આટલે વિચાર આવે તે ડાહ્યાનું મન ફર્યા વિના રહે નહિ. બાઈ ચુલે સળગાવે અને તેમાં લાકડા મૂકે. તે પાપ છે જ. પણ લાકડાને છીણાને જોયા વિના મૂકે તે ? આરંભ - સાથે અજયણનો દોષ પણ લાગે.
જીવ મરે તેજ હિંસાનું પાપ લાગે એ નિયમ નથી. રાખવા જેગી કાળજી ન રાખીએ અને ઉપેક્ષા સેવીએ તોય હિંસાને દેષ લાગે, તમે કેઈને મારવાને માટે પથરો માર્યો અને એ પથરે કદાચ ન પણ લાગે તો પણ તમને તે પથરે મારવાનું પાપ તો લાગે જ.
ચારિત્ર પાલન, વ્રતધારી જીવન, પૂજાદિ અનુષ્ઠાન, એમાં મન વચન કાયાના ગની પ્રવૃત્તિ થાય. એટલે તેનાથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય, ધર્મ ક્રિયા કરતાં બંધ છે અને નિર્જરા વધારે જેમાં એકલીજ નિર્જરા હોય અને બંધ ન હોય એવી ક્યિા ન હોય.