________________
૫૩
ચાર ગતિઓમાં જેવી સુખ સામગ્રી દેવગતિમાં છે. તેવી . જ દુઃખ સામગ્રી નરક ગતિમાં છે. તિર્યંચ ગતિમાં ક્વચિત સુખ, બાકી વધારે દુઃખ અને મનુષ્યગતિમાં વિવેકને પામવાને તથા વિવેકને સફલ કરવાનો ઘણે અવકાશ હોય છે. આથી આપણને દુર્ગતિએ પસંદ પડે નહીં, પણ દુર્ગતિમાં ન જવું હોય તે એના કારણેને જાણવા પડે અને એ કારણથી બચવાન. પ્રયત્ન પણ કરવો પડે. દુઃખના કારણેને સેવાય અને દુઃખ ન. આવે એ કેમ બને ? હાથમાં ચપુ મારીએ તો લેહી નીકળે અને તરત ઉપચાર ન કરીએ તો કદાચ પાકે પણ ખરૂં, પાક્યા પછી બેદરકારી રાખીએ અને કુપચ્ચેનું સેવન કરીએ તે વેદના વધી જાય, દર્દ અસાધ્ય બની જાય અને ચીસ પાડયા કરીએ પણ દર્દને ટાળવાને ઉપાય જડે નહિ. એવું પણ બને ને ?' એવી જ રીતે નરકના આયુષ્યને બંધાવનારા કારણેને સેવીએ અને તેમાં જ રસ અનુભવીએ તે નરક ગતિ ન મળે એવું બને શી રીતીએ? આ સમજી શકાય તેવી વાત છે. તંદલીયા, મસ્યનું આયુષ્ય કેટલું ? અંતમુહૂર્તનું, એનું શરીર કેવડું ?
ખા જેવડું, આયુષ્ય ટૂંકું અને શરીર નાનું છતાં એ તંદુલ મચ્છને જીવ સાતમી નારકીએ જાય છે, શાથી? માત્ર હિંસા કરવાની વિચારણાથીજ હિંસાના પરિણામમાં રહેવાથી, જગતમાં જેટલા પાપ મનથી થાય છે તેટલા પાપ વચનથી કે કાયાથી થતા નથી. વચનથી અને કાયાથી પાપ બાંધનારાઓના કરતાં