________________
૫૧
તે સાયના દૃષ્ટાંતથી સમજી શકાય છે. તે સરલ રીતે સમજી શકાય છે. જેમકે, સા સા સાથેાની ઢગલીને હાથ લગાડતા વિખરાઈ જાય, તેમ ધૃષ્ટ કર્યું પણ તેવા પ્રકારના હોય છે. એ કર્મ બંધ ઢીલા હાય, ખાટુ' ક થઈ ગયુ. હાય તા પસ્તાવા વિગેરે થાય એટલે કર્મ ટળી જાય, ભાગવ્યા વિના પણ એ કર્મ છૂટે. અહીં એક વાત ધ્યાનમાં રાખવાની છે કે જે ક્રિયાથી કર્મ બંધ થયા હોય તેથી વિપરિત ક્રિયાથી ક છૂટે, પાપ ક્રિયાથી થયેલા અશુભ કર્મ બધ ધર્મ ક્રિયાથી છૂટે, તેવી જ રીતે ધર્મ ક્રિયાથી પડેલો શુભ અધ ભાગાદિથી છૂટી જાય.
સુજ્ઞા ! સામાયિક, પૂજા, જીવરક્ષણાદિ કાર્ય, વ્યાખ્યાન શ્રવણુ આ તમામ ધાર્મિક કરે પણ ઉપલકભાવે, દિલવિના, પ્રેમ વગર કરે, ઠીક છે આવ્યા તે કરી લ્યેા. આ રીતે કરાય તા ધર્મ ક્રિયાથી પુણ્ય બંધ થાય પણ તે પૃષ્ટ બધ જાણવા. તેમ પાપ ક્રિયાથી પાપના બંધ થાય, પાપ કરવું પડયું, દિલ વગર કર્યું, ન છૂટકે કર્યું, ખેદ પૂર્વક કર્યું. જેથી પાપ બધ પણ પૃષ્ટ રૂપ બંધાય. દાખલા તરીકે શ્રી પ્રસન્નચંદ્ર ઋષિ મહાત્માનું દૃષ્ટાંત સરખાવી શકાય.
બંધ ક્રિયાથી થાય, ક્રિયા શરીરથી જ થાય એમ નહિ પણ વાણીથી પણ થાય અને મનથી પણ થાય, માટે માનસિક વિચારાથી પણ કર્મ બંધાય છે. તેમ વાણીથી અને શરીરથી પણ ક` બધાય છે.