________________
૨૫
ક્ષાત્યાદિ ગુણ કેળ, કીર્તિ મળે સુખકાર, લલિત પ્રયત્ન આદરે, ધ્યેય ઘણું મનોહાર, ઢાળ બાર પુરી થાય. બાજી બધી હવે સુધરે.ભવિ.૫૭
બારમી ઢાળનું વિવેચન હે ભવિજનો? અનાદિકાળથી આત્મા કર્મના પાસમાં જકડાયેલું છે. હવે કર્મના બંધથી છૂટવા માટે તેનાથી મુક્તિ મેળવવા માટે કર્મના બધી પ્રકારના બંધ જાણવા જોઈએ અને કઠીણ જે ઘાતી કર્મો તેને બાળવા માટે તે સબંધી સાચું ઉંડુ જ્ઞાન આગમના જાણ એવા મહાત્માઓ પાસેથી મેળવવાની ખાસ જરૂર છે. અઢાર દેષથી રહિત, બાર ગુણે કરી યુક્ત, ચેત્રીશ અતિશયે તથા વાણીના પાંત્રીશ ગુણોથી શોભતાં એવા જીનેશ્વર દેવનો સંદેશ મહાપુરૂષોના મુખેથી સાંભળે.
મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને મન વચન કાયાના ગે કર્મ બંધ કઈ કઈ રીતના થાય છે. તે સાંભળી ર્મ બંધ થતા. અટકાવે તે બધી બાજી હવે સુધરી જાય. જીંદગી પણ સુધરી જાય. મહાનુભા? શુભ અથવા અશુભ કર્મને બંધ ચાર પ્રકારને થઈ શકે છે.
પૃષ્ટ બંધ, બદ્ધ બંધ, નિધત્ત બંધ અને ચોથા નિકાચિત બંધ થાય છે. છ જેવા જેવા ભાવ કરે તે મુજબ તેઓને પાપ. પુન્યના ઓછાં વધતા ઢીલા કે કડક કર્મ બંધ થાય છે.