________________
૧૪
રહેવાથી અંતે રાજ્ય મળ્યા અને ધણાં વર્ષ સુધી રાજ્ય ભાગળ્યુ. ૭.
તેમજ હે મહાનુભાવા ! જે કાઇ નર કે નારી મુક્તિના ધ્યેયપૂર્વક સંસાર કારાગૃહમાંથી મુક્ત થવા માટે ધમ ચાલુ રાખશે તેએ અવશ્ય ક્રમસર આત્માને નિર્મળ બનાવી ક ખપાવી ધ્યેયની સિદ્ધિ કરશે. ૮.
સંસારના માને દૂર કરી હપૂર્વક ભક્તિથી તપ, જપ, ધ્યાન કરતાં ક્ષાંત્યાદિ ગુણા કીર્તિ મેળવતાં લલિત એવી સુંદર સુખની ખાણુ જે મુક્તિ તે મુક્તિના ધ્યેયને પહેાંચી શકાય છે.
સંસારના મેાહને દૂર કરેલ એવા પ્રાતઃસ્મરણીય પૂ. શ્રી મેાહનમુનિજી મહારાજના વિદ્વાન્ શિષ્યરત્ન તપગચ્છ ભૂષણ પૂ. ૫. શ્રી હર્ષ મુનિજી ગણિવર્ય ની નિશ્રામાં સાથમાં રહેલ તપરવી પૂ. મુનિશ્રી ભક્તિમુનિજી મહારાજ તેઓશ્રીએ માસખમણ તેમજ બીજી અનેક તપસ્યા કરીને આગ્રામાં સમાધિ પૂર્વક કાળધર્મ પામેલા. તેઓશ્રીના શિષ્યરત્ન નામ તેવા ગુણાવાળા પૂ. આ. શ્રી ક્ષાંતિસૂરીશ્વરજી, તેમના શિષ્યરત્ન વિદ્વાન્ પૂ. પ. શ્રો કીર્તિ મુનિજી મહારાજના લઘુબંધુ લલિતમુનિએ સુંદર સુખની ખાણુ જે મુક્તિ તે મુક્તિના ધ્યેય ઉપર રાસ રચવાની શરૂઆત કરી છે. ૯.