________________
પ્રતિકમણ વિધિ સવિ, કર્મ સંબંધી ગ્રંથ; સમકિતના સ્વરૂપનો, જાણે સર્વ સંબંધ ખુશ પંડિત થાય. બાજી બધી હવે સુધરે.ભવિ.રર નીતિરીતિ ગણીતની, શસ્ત્ર કળા સંગાથ, રાજકાજ ચલાવવા, કાયદાઓ પણ સાથ; ભણું થયો હુંશીયાર. બાજી બધી હવે સુધરે.ભવિ.૨૩ નવતત્વ સાતે નર્યો, સપ્તભંગી પ્રમાણે, સ્યાદ્વાદ ષદર્શને, થયે બુદ્ધિ નિધાન, જાણે નિશ્ચય વ્યવહાર બાજી બધી હવે સુધરે.ભવિ.૨૪ રાજકુંવર બન્યજ છે, નથી જરા અભિમાન, પ્રભુ પૂજા કરે ભાવથી, સાથ હોય પ્રધાન કુલ આંગી રચેજ. બાજી બધી હવે સુધરે ભવિ.૨૫ પ્રધાન જ્ઞાનપંચમી કરે,નિયમ ઘરે વળી ચૌદ; કુંવર પણ સહવાસથી કરે પંચમી ધરી બેધ, રોજ નિયમ ધરાય. બાજી બધી હવે સુધરે.ભવિ.૨૬ વિદ્યા ગુરૂ પંડિતન, કરે વિનય દરરોજ વિનયથી વિદ્યા મળે, ભણતા શીખ્યો હતેાજ; ગુરૂ કૃપા અપાર. બાજી બધી હવે સુધરે.ભવિ ૨૭ કઈ પૂર્વના પુન્યથી, મળે સંજોગ ખાસ; સંસ્કાર પણ પૂર્વના, તે પામે વિકાસ; વાંચે માટે તૈયાર બાજી બધી હવે સુધરે ભવિ.૨૮