________________
કે હે રાજન નજર હળવી થતી જાય છે, અને બે દિવસમાં તો કરડી નજર દુર થશે અને સુખ શાંતિ થઈ જશે. બધા આડોશી પાડેશી જાણે છે કે “સ જોશીને એક ડોશી” એમ રાજાને સમજાવી પિત પિતાના ઘરે ગઈ.
સુજ્ઞ ! આમ બધાજ પોતપોતાના મનમાં હરખાય છે. જાણે અમેજ સુખના દાતા થયા છીએ એમ હોંશ ધરે છે.અહીં છત્રકુંવરના વેશમાં ભાણે લહેર કરે છે, ત્યારેત્યાં ભાણીયાના વેશમાં ખરે રાજકુંવર ભૂખે મરે છે. જીંદગીમાં કોઈ સમયે માંગ્યું જ નથી. જેથી આપ માબાપ એમ બોલી શક્તો નથી. આ પ્રમાણે જોઈ ભીખારાઓ કહેવા લાગ્યા કે ત્રણ દિવસમાં તુ કે થઈ ગ, પહેલાં તો કેવું સરસ બોલતો હતો અને ભીખ પણ સારી મેળવતો હતો, ત્રણ દિવસમાં જ ભીખ માંગવાનું જ ભૂલી ગયે.
હવે ભીખારી ટેળુ ભીખ માંગવાનું નવેસરથી શીખવાડે છે. પિતાનો જ ભાણજી છે એમ સમજીને કહે છે કે, બેલ, મા. બાપ ટુકડો આપે, ભગવાન તમારૂ ભલું કરશે, અરેરે ભૂખ્યા પેટે બળતરા થાય છે. હે શેઠાણીબેન કંઈ વધુઘટ હોય તો આ રંકને આપ માબાપ, ભૂખ્યાની આંતરડી ઠરશે. અરે દાનેશ્વરી આ ગરીબના ઉપર દયા કરે, થોડુ પણ આપે, તમારા બાલબચ્ચાં જીવતા રહો. આમ દરરોજ નવું નવુ બોલતા શીખવાડે છે, અને એમ કરતા ભીખ માંગવામાં હશિયાર થઈ ગયે, પણ પિતાનો રાજયહક્ક મેળવવાનું ધ્યેયતો ભૂલતો જ નથી. ભીખ