________________
૨૩૫
વાપરશે એટલે તદ્દન નિરોગી થઈ જશે. રાજારાણી હરખાય છે. વૈદ્યરાજ પણ ખુશી થઈ વિચારે છે કે રાજકુંવર સાજા થઈ જશે. અને ખરેખર ઈનામ આપણે મેળવશું. એમ સમજીને ગયાબાદ. જોશી મહારાજ આવીને કહેવા લાગ્યા કે જાપના પ્રભાવથી રહે આઘા જતા જાય છે. હજી બે દિવસના જાપ બાકી છે તે પુરા થશે કે કુંવરના દુઃખ પણ જશે. એમ કહીને તેઓ ગયાબાદ મંત્રવાદીઓ આવી રાજાની પાસે યંત્રના પ્રભાવના વખાણ કર્યા અને કહ્યું કે બે દિવસમાં જ ફેર પડવા લાગે છે. હજી બે દિવસમાં સંપૂર્ણ ફાયદો જણાશે. કારણ કે અમોએ ખરેખર ઉપાય લીધે છે, એમ કહી તેઓ ગયાબાદ આસનવાદીઓ આવ્યા, આસનકરવાથીગની શાંતિથઈ અને થશે. ત્યારબાદ તેઓ ગયાબાદ પંડિતે તેમ ભટ્ટબ્રાહ્મણો સાથે મળી આવીને આશિર્વાદ આપીને કહેવા લાગ્યા કે હે રાજન જુઓ યજ્ઞને પ્રભાવ અદ્દભૂત છે. કુંવરને સુખશાતા આવતી જાય છે અને રાતા રાતા થતા જાય એટલે કે લાલ બુંદી જેવા દેખાય છે. હજી તો બેજ બ્રહ્યભજન થયા છે, પણ પાંચ દિવસના જમણે પુરા થશે કે બધા દુઃખો નાશ પામશે, એમ કહી તેઓ બધા ગયાબાદ પરિણામ જાણવા. માટે ભૂ પણ આવીને કહેવા લાગ્યું કે અમે એ જનને ભૂતને નીકળી જવાની અવધ એટલે મુદત આપેલી તે મુજબ હવે બે દિવસમાં જરૂર ચાલ્યા જશે, માટે જરાએ ચિંતા કરશો નહિ.એમ કહીને ગયાબાદ મલકાતીમલકાતી ડોશીઓ પણ આવી.અને કહ્યું,