________________
૨૩૬
આ બાજુ રાજકુંવર બનેલ રંકભાણકુંવર માટે રાજમહેલમાં રાજાએ ઘણું ઉપાય શરૂ કર્યા છે. રાજાને મેટા કામ વિશેષ ગમે. જેથી યજ્ઞ તેમજ નાત જમાડવાનું પણ ચાલુ કરી દીધેલ છે તેમજ બીજા બીજા પણ ઉપાય ચાલુ જ રાખેલ છે.
હવે રાજ ફતેસિંહ પોતાના પુત્રને પાસે બોલાવી પૂછે છે કે કેમ છત્રકુંવર મજામાં છે ને ? બેલ મારું નામ શું છે? તારી બા કઈ છે તારી બાનું શું નામ છે, કઈ તારી બેન છે. તેનું શું નામ છે, આમ કહેવા છતાં ભાણકંવર તે કોઈને પણ ઓળખતે નથી. જેથી સામે ટગર ટગર જોયા કરે છે. પણ બોલતો નથી. વળી રાજા કહે છે કે ભાઈ, તારા કાકા ક્યા છે. તેમનું નામ શું છે. તારા મામા ક્યા છે અને તેમનું નામ શું છે, અને તારી સાથે ભણનારા મિત્રે ક્યા કયા છે. તે તું ખુશ થઈને ઓળખી બતાવ અને નામ કહી બતાવ, આમ કહ્યા છતાં રંક ભાણકુંવર કેઈને પણ જાણતો નહીં હોવાથી કાકાને મામા તરીકે અને માસાને કાકા તરીકે કહીં બતાવે છે. અને દાસીને બેન તરીકે અને બેનને દાસી તરીકે ઓળખાવે છે. જેથી બધાને આશ્ચર્ય સાથે હસવું પણ આવી જાય છે. વળી વિવિધ પ્રકારની મીઠાઈઓના મેવાના થાળ ભરીને હાજર કરે છે. અને રાજા કહે છે કહે છત્ર કુંવર ! આ મીઠાઈ એમાં તને કઈ કઈ પસંદ છે તેના નામ કહી બતાવ. ત્યારે છત્રકુંવરનો વેશ ધારણ કરેલ રંક ભાણકુંવરે આવી મીઠાઈએ જીંદગીમાં જોઈ નથી. તે પછી ખાવાની